Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ભાવનગરમાં રર૩-જામનગર ૮૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ આજે છેલ્લો ‘દિ

બાકી રહી ગયેલા ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો આજે ઉમેદવારીપત્ર ભરશે

રાજકોટ તા.૬ : રાજકોટ સિવાયના મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આજે ફોર્મ ભરાશે રાજકોટમાં લગભગ બધા ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અમદાવાદમાં આજે ૭ર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે તો જામનગરમાં આજે પ૯, સુરતમાં ૮ર-ભાવનગરમાં ૮ અને વડોદરામાં આજે ભાજપના ૮ર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે.

અત્‍યાર સુધીમાં ભાવનગરમાં રર૩, જામનગરમાં ૮૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. આજે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારાા ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના પાંચમાં દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારોએ સામુહિક રીતે તેમની ઉમેદવારી નોંધાવાની સાથે ભાવનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીનો અસલી માહોલ જામ્‍યો છે. રાજકીય પક્ષો અને રાજકારણીઓ માટે ચુંટણી એક ઉત્‍સવ સમાન ગણી શકાય ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થતા હવે ચૂંટણી પ્રચાર શરૂ થઇ જશે.

રાજકીય પક્ષોની સાથોસાથ પોલીસ અને સરકારી તંત્રએ પણ ચૂંટણી લક્ષી કામગીરીઓ શરૂ કરી દીધી છે ભાવનગરમાં પોલીસ તંત્ર દ્વારા શહેરના જે તે પોલીસ મથકની હદમાં આવતા સંવેદનશીલ મતદાન મથકોનું નિરીક્ષણ કરવાની સાથોસાથ વોર્ડવાઇઝ શાંતિ સમિતીઓ સાથે બેઠક શરૂ કરી છે લોકશાહીના મહાપર્વમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવેલ તે માટે શહેરમાં સાયકલ રેલી પણ નીકળી હતી ઉમેદવારી નોંધાવવાના પાંચમાં દિવસ ર૧ર જેટલા ફોર્મ ભરાયા હતા આજ સુધીમાં કુલ રર૩ જેટલા ફોર્મ ભરાય છે. વોર્ડ પ્રમાણે જોઇએ તો વોર્ડ ૧ થી ૩ માં પ૬ વોર્ડ ૪ થી ૬માં ૪પ વોર્ડ પ થી૧૦ માં ૭૩ અને વોર્ડ ૧૧ થી ૧૩માં કુલ ૩૮ ફોર્મ ભરાયા છે. તેમ કિરણભાઇ ગોહિલએ જણાવ્‍યું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્‍યાર સુધી કુલ૮૭ ફોર્મભરાયાછે. ભાજપના મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રજુ કરવાના બાકી છે જે આજે પોતાના ઉમેદવારી પત્રો રજુ કરશે.

(10:59 am IST)