Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સોમવારે ગોંડલ નગરપાલીકા ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયત તથા ૧૧ તાલુકા પંચાયતનું જાહેરનામું: ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

રાજકોટ તા. ૬ :.. રાજકોટ મહાનગર પાલીકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, દરમિયાન સોમવારે ગોંડલ નગરપાલીકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે તથા રાજકોટ જીલ્લા પંચાયતની -૩૬ અને જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતની ર૦ર બેઠકો માટે જાહેરનામું પ્રસિધ્‍ધ થશે.

જીલ્લા ચૂંટણી અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે સોમવારથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે, ૧પ મીએ ઉમેદવારી પત્રની ચકાસણી અને તા. ૧૬ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. અને મતદાન તા. ર૮ ના સવારે ૭ થી સાંજે ૬ સુધી થશે, તથા રજી માર્ચે મતગણતરી યોજાશે.

ગોંડલ નગરપાલીકામાં કુલ ૯૦ મતદાન મથકો ફાઇનલ થયા છે, અને ૮૮૭૩૮ મતદારો મતદાન કરશે. જયારે રાજકોટ જીલ્લા પંચાયત અને જીલ્લાની ૧૧ તાલુકા પંચાયત માટે કુલ ૧૧૪૧ મતદાન મથકો ઉપર મતદાન થશે, અને ૯ લાખ ૪૧ હજાર ૪પ૭ મતદારો મતદાન કરશે.

(10:10 am IST)