Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દીવાના વણાંકબારામાં પરિણામ નબળું આવતા ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત

પિતાએ ઠપકો આપતા માઠું લાગતા ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

દીવ : રાજયમાં આપઘાતના કિસ્સાઓમાં વધતા જાય છે ત્યારે દિવમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકનું પરિણામ ખરાબ આવતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેથી તેને માઠું લાગતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી હતી.

 આ અંગેની વિગત મુજબ દિવમાં વણાંકબારાની ટીંબા શેરીમાં રહેતા એક 13 અને ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકનું પરિણામ બરાબ આવતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આજ રોજ આ બાળકે કોઈ અગ્મ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાંઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર જોવા મળી હતી. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, ધોરણ 7નું પરિણામ નબળું આવ્યું હતું. જે બાદ આ બાબતે તેનાં પિતાએ ઠપકો આપ્યો હતો. જેનું ખરાબ લાગતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી સગીર હોવાને કારણે દીવ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ઓફિસર, એસપી, મામલતદાર સહિતનાં અધિકારીઓનો કાફલો દીવ હોસ્પિટલે દોડી આવ્યો હતો. અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

(9:41 pm IST)