Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાવનગર જિલ્લામાં ચાર પોઝીટીવ કેસ : કુલ આંક - ૧૨૮ પર પહોચ્યો : પોઝીટીવ ચાર પૈકી ૩ અમદાવાદથી અને ૧ સુરતથી આવ્યા હોવાનું ખુલ્યું

ભાવનગર તા.૩  : કોરોના વાયરસની મહામારીને લઇને સમગ્ર ગુજરાત સહિત ભાવનગર લોકડાઉનમાં ૭૦ દિવસ સુધી રહ્યું અને ૭૦ દિવસ બાદ અનલોક ૧.૦માં મોટા ભાગની છૂટછાટ મળતાં જ આંતર જિલ્લા પ્રવાસ શરૂ થયા છે. જ્યારે અમદાવાદથી પ્રવાસ કરી ભાવનગર આવેલા વ્યÂક્તઓનાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે બુધવારનાં દિવસે ભાવનગરમાં એક સાથે ૪ કોરોનાં વાયરસનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ પોઝીટીવ કેસોમાં ત્રણેય કેસ અમદાવાદથી ટ્રાવેલીંગ હિસ્ટ્રીનાં છે. આંતર જિલ્લા પ્રવાસને કારણે અમદાવાદથી આવેલા લોકોનાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. ભાવનગરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૨૮ પર પહોંચી છે.

ભાવનગર શહેર જિલ્લામાં અનલોક ૧.૦ આંતર જિલ્લા પ્રવાસની છૂટછાટ મળતાની સાથે જ અમદાવાદથી ભાવનગરમાં લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે. અને અમદાવાદથી આવેલા લોકોનાં કેસો પોઝીટીવ નોંધાઇ રહ્યા છે. જ્યારે બુધવારનાં દિવસે એક સાથે ૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં આનંદનગર ખાતે રહેતા રાજેશભાઇ ધનજીભાઇ સોલંકી ઉ.વ.૩૮ તાજેતરમાં જ સુરતથી આવ્યા હતા. સીમ્ટમ ડેવલપ થતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આઇશોલેશન વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ સિહોરનાં સોનગઢ ગામે રહેતાં ઘનશ્યામભાઇ ઢોલાગીરી ગોસ્વામી ઉ.વ.૭૦ અને તેમના પÂત્ન વિલાશબેન ઘનશ્યામભાઇ ગૌસ્વામી ઉ.વ.૬૦ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા તે દરમિયાન સેમ્પલ લેવામાં આવતા પતી, પÂત્નનાં રિપોર્ટ પોઝીટીવ આવાતં બન્ને આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. 

તદ્‌ઉપરાંત ભાવનગરનાં રસાલા કેમ્પ મફતનગર ખાતે રહેતાં બર્ષા અશોકભાઇ કેસવાની ઉ.વ.૨૩ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. દરમિયાનમાં તેમનાં કોરોના વાયરસ માટેનાં સેમ્પલ લેવાયા હતા ત્યારે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૨૮ પર પહોંચી છે.

(1:23 pm IST)