Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કેશોદ સહિત ૬ તાલુકાના ૧૪ સ્થળોએ જાહેર કરાયેલ કન્ટેઇન્મેન્ટ ઝોનના અમલવારીનો સમય ટુંકાવાયો

જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સુચિત વિસ્તારોમાં કોરોના વાઇરસના કોઇ નવા કેસ નહીં નોંધાતા રાહત અપાઇ : જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા સુધારા સાથે નવું જાહેરનામું બહાર પડાયુઃ કેશોદના વોર્ડ નં.૧ અને ૭માં આગામી તા.૪ સુધી તથા વોર્ડ નં.પ આગામી તા.પ સુધી અમલવારીનો નિર્ણય લેવાતા લોકોને રાહત

કેશોદ તા.૩ : કેશોદ સહિત કુલ ૬ તાલુકાના ૧૪ સ્થળોએ જાહેર કરાયેલ કન્ટેઇન્ટમેન્ટ ઝોનના અમલવારીનો સમય નવા સુધારેલા  જાહેરનામા મુજબ ટુંકાવાતા સુચિત વિસ્તારના લોકોએ રાહતની લાગણી અનુભવેલ છે.

જુનાગઢ જીલ્લાના જે તે વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએથી કોરોના વાઇરસના કેસ નોંધાતા સરકારશ્રીની ગાઇડ લાઇન અનુસાર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કોરોના દર્દીઓનાં રહેણાંક વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ તથા બફર જોન જાહેર કરી આ સુચિત વિસ્તારોમાંથી ર૮ દિવસ સુધી કોઇ પણ વ્યકિતને  અવન જવન કરવા પર પ્રતિબંધ લગાવવાાં આવેલ હતો.

પરંતુ જાહેરનામુું પ્રસિધ્ધ થયા બાદ સુચિત વિસ્તારોમાં કોઇપણ નવા કેસ નહીં નોંધાતા અને સ્થ્િતિ કંટ્રોલમાં જણાતા અંતે કન્ટેઇન્મેન્ટ જોનના અમલવારીનો સમય ટુંકાવાનો નિર્ણય લઇ લોકોને રાહત અપાઇ છે.

કેશોદને લાગે વળગે ત્યાં સુધી સ્થાનિક કેશોદમાં નગરપાલિકાના વોર્ડ નં.૧ના વિસ્તારમાં સમાવિષ્ટ સિધ્ધી વિનાયક નગર - ૧, સિધ્ધી વિનાયકનગર-ર તથા જુની વાડીના નામે ઓળખાતા સમગ્ર વિસ્તારને ર૧-પ-ર૦ થી ૧૭-૬-ર૦ સુધી અમલ વારીનો સમય પીરીયડ આપવામાં આવેલ હતો. જેમાં જરૂરી ફેરફાર કરી આ સમય ગાળાને ટુંકાવી તા.૪-૬-ર૦ સુધી અમલવારી કરાવવાનું નિશ્ચિત કરવામાં આવેલ છે.

એ જ રીતે અહીંનાં વોર્ડ નં.૭માં આવેલ સફારી પાર્ક-૧માં સમાવિષ્ટ રમેશભાઇ વડારીયાના કિશન મકાનથી જગદીશભાઇ સેજાણીના રાધે મકાન સુધી તથા પંચવટી પેલેસ બી તથા સ્થાપત્ય એ થી ઉમિયા માતાજીના મંદિર સુધી બાબુભાઇ પેથાણીના મકાન સુધીના વિસ્તારને તા.રર-પ-ર૦ થી ૧૮-પ-ર૦ સુધીઅ મલવારી કરવા માટેનો સમય નિશ્ચિત કરવામાં આવેલ હતો. જે સમયને ટુંકાવીને તા.૪-૬-ર૦ સુધીનો સમય નિશ્ચિત કરવામાં આવેલ છે.

તેમજ વોર્ડ નં.પમાં આવેલ આલીશાન એપાર્ટમેન્ટને તા.ર૩-પ-ર૦ થી કન્ટેઇમેન્ટ જોન જાહેર જાહેર કરી તા.૧૯-૬-ર૦ સુધી અમલવારી કરાવવા આદેશ આપવામાં આવેલહ તો. આ વિસ્તારના અમલવારીના સમયમાં પણ ફેરફાર કરી આ વિસ્તારને હવે પછી નવા જાહેરનામા મુજબ આગામી તા.પ-૬-ર૦ સુધી જ અમલવારી કરવાની રહેશે.

નોંધનીય છે કે, આ સ્થિતિ વચ્ચે સુચિત સ્થળોના લોકો બહાર આવવા જવા પર પ્રતિબંધ રહેતાં ઉકળી ઉઠેલ હતા અને આ સ્થિતિમાંથી વહેલી તકે મુકિત મળે તેવી માંગણીઓ ઉઠેલ હતી.

દરમિયાન આ વિસ્તાર કોરોના વાઇરસથી અન્ય કોઇ સંક્રમિત નહી જણાતા જરૂરી સર્વે કર્યા બાદ સુચિત વિસતારો માટે કન્ટેઇમેન્ટ જોનની અમલવારી અંગેનો સમય ટુંકાવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

કેશોદ ઉપરાંત વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે તા.ર-૬ સુધી, બરડીયા ગામે તા.પ-૬ સુધી, ભેંસાણ તાલુકાના રાણપુર ગામે તા.ર-૬ સુધી, માંગરોળ તાલુકાના ઝરીવાડા ગામે તા.ર-૬ સુધી,  માણાવદર તાલુકાના ઇન્દ્રાણા ગામે તા.૩-૬-સુધી માળીયા હાટીના માતરવાણીયા ગામે ૧૩-૬ સુધી તેમજ જુનાગઢ મહાનગરપાલિકા હદમાં આવેલ ભારત મિલ ઢોળા વિસ્તારમાં તા.પ-૬ સુધી શિવમ પાર્ક વિસ્તારમાં તા.૮-૬ સુધી સહજાનંદ બી એપાર્ટમેન્ટ થી ઝાંઝરડા મેઇન રોડના સુધીનો વિસ્તારમાં તા.૧૦-૬ સુધીમાં હનુમંત ગ્લોરી-૧ સહિતના કન્ટેમઇન્મેન્ટ સુચિત વિસતાર માટે તા.૧૩-૬-ર૦ સુધી અમલવારી કરવાની રહેશે.(

(12:53 pm IST)