Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

જુનાગઢ મ.ન.પા.નું તંત્ર જાગ્યું ! પ્રીમોન્સુન કામગીરીનો પ્રારંભ

શહેરના પાણી નિકાલને અવરોધરૂપ બનતા કચરાનો નિકાલ, વોકળા સફાઇ અને વોર્ડવાઇઝ સફાઇ અભિયાન હાથ ધરાયું : ૮૦ ટન કચરાનો નિકાલ

જુનાગઢ, તા. ૩: જુનાગઢ શહેરના સફાઇ વોર્ડ ૧ થી ૧પમાં ખાસ સફાઇ લક્ષી કામગીરી માટે ખાસ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ શહેરના પાણી નિકાલને અવરોધ બનતા જુના પુરાણા કચરા તથા પાણી નિકાલના વોકળા સફાઇ, ગટર સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં હાલ વોર્ડ ૧ થી ૮માં આ કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં આશરે ૮૦ બેગ જેટલા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો તથા ૮૮ મેટ્રીક ટન કચરાનો નિકાલ કવરામાં આવ્યો છે. આ અભિયાન દરમ્યાન શહેરમાંથી પસાર વોકળા સફાઇની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા જાહેર જનતા અને વેપારીઓને અપીલ કરવામાં આવી કે કોઇ પણ ગ્રાહકને પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગ ન આપવી ન વેચવી કે ન સંગ્રહ કરવી તેમજ શહેરને સ્વચ્છ બનાવવા તમામ વેપારીઓએ ધંધાના સ્થળ પર ડસ્ટબીન રાખવી અને કચરો જયાં ત્યાં ન ફેંકી નિયત સ્થળ પરના કન્ટેઇનર/ડોર ટુ ડોર કલેકશનના વાહનમાં આપવો. સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવો અન્યથા મહાનગર પાલિકા, જુનાગઢના નક્કી કરાયેલ અધિકારી દ્વારા ગુના મુજબ દંડ વસુલવામાં આવશે જેની તમામ સંબંધિતોને નોંધ લેવા જણાવેલ.(

(12:48 pm IST)