Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરેન્દ્રનગર જિલ્લાના ટીડાણા-સોમાસર ધર્મેન્દ્રગઢ ટીકર સહિતના ગામોમાં વરસાદથી પાકને નુકશાનની ભીતી

કાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા : હજુ બે દિવસ વરસાદની શકયતાને પગલે ખેડૂતોને સતર્ક રહેવા તાકીદ

વઢવાણ,તા.૩: સુરેન્દ્રનગર જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહમાં જિલ્લાનું તાપમાન શરુઆતી સપ્તાહના દિવસોમાં ૪૦ ડિગ્રી કરતાં પણ વધુ નોંધાવા પામ્યું હતું ત્યારે જિલ્લાની જનતા ગરમીના કારણે અને વધુ તાપમાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું હતું.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા જોવા મળ્યો છે.

જિલ્લાનું સતત વાદળછાયું વાતાવરણ અને બફારા ઉકળાટના કારણે વરસાદી માહોલ છવાઇ જવા પામ્યો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાય રહ્યું  હતું. જેથી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટા પડવા પામ્યા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયેલ.

બીજી તરફ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું કાળું ડીબાંગ વાદળ નજરે પડયું હતું અને સ્પષ્ટ રીતે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના રણપ્રદેશમાં નો એન્ટ્રી કરવામાં આવી છે અને ખાસ કરી સતત વહીવટી તંત્ર વાવાઝોડાના પગલે સતર્ક બન્યું છે. (૨૨.૨૪)

ખેડૂતોને પ્રસાસન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા...

વઢવાણઃજિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થયેલ હોઈ,ઙ્ગહવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક બે દિવસમાં ( ૩ અને ૪ જૂન-૨૦૨૦) પ્રીમોન્સુન એકટીવીટીના ભાગરૂપે પવન અને હળવા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે,ઙ્ગજેને ધ્યાને લઈ જિલ્લાના ખેડુતોએ પાક સંરક્ષણ જણસીને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા જાળવવા જણાવવામાં આવે છે.

જિલ્લાના ખેડુતોને તેમની ખેત પેદાશ અને દ્યાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવી,ઙ્ગએ.પી.એમ.સી. અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત પેદાશોને ઢાંકીને લઈ જવી અથવા તો શકય હોય તો હવામાન ખાતાની આગાહી હોઈ તેવા સમયે ખેત પેદાશો વેચવાનું ટાળવું તથા એ.પી.એમ.સી. માં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારીઓને ભલામણ કરવામાં આવી છે.

ઉપરાંત ઉભા પાકમાં હાલ નાઈટ્રોજન યુકત ખાતર એટલે કે,ઙ્ગયુરીયા,ઙ્ગએમોનિયા ખાતર આપવાનું શકય હોય તો ટાળવું તેમજ ખેડુતોએ મોબાઈલ ફોન તથા ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટે તમામ વ્યવસ્થા રાખવા વધુમાં જણાવાયું છે.

(12:47 pm IST)