Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરેન્દ્રનગરના રતનપરમાં દંપતિને કોરોના પોઝીટીવ

અત્યાર સુધીમાં કુલ ૪૨ કેસઃ અમદાવાદથી આવેલ દંપતિનો રીપોર્ટ કરતા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ

વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસ ના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાવાયરસ ના લક્ષણો અને કેશો દિન-પ્રતિદિન વધી રહ્યા છે તે જિલ્લા માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે કે રોજ બરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવી રહ્યા છે..

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની રતનપર પોલીસ સ્ટેશન પાછળ આવેલ જંબુ દીપ સોસાયટી માં એકી સાથે બે કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે અને આ બંને પતિ પત્ની હોવાનું પણ બહાર આવ્યું છે.સુરેંદ્રનગર જિલ્લાના રતનપર ખાતે જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળ રહેતા ૧ નીલમબેન સોહિલભાઈ ઉ.વ ૨૮ અને ૨ સોહિલભાઈ હબીબભાઈ ઉ.વ.૩૨ વાળાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે બનેનીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે.

હાલમાં જંબુ દીપ સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે અને સોસાયટીના રહેવાસીઓને બહાર નહીં નીકળવા દેવા માટે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ કોરોના વાયરસના કેસો સામે આવતા જિલ્લા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૪૨ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં એક પ્રકારે ચિંતાનો વિષય ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આ કોરોના ની મહામારી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ના આર.એમ.ઓ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે ત્યારે જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં મુખ્યત્વે કોરોના વાયરસના લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

ત્યારે આ વિશેની માહિતી ગાંધી હોસ્પિટલ ના આરએમઓ ને પૂછવામાં આવતા અમો એ તમામ માહિતી સુરેન્દ્રનગર જિલ્લા માહિતી નિયામક ને આપવા માં આવી છે તમો મેળવી લેજો તેવો જવાબ આપવામાં આવે છે અને બીજી તરફ અમારી પાસે તમો પત્રકાર છો તેની વિગત ન હોવા ના પગલે અમો કોરોના વિસે કાઈ માહિતી તમને આપી શકીએ નહિ અને તમે પત્રકાર હોય તો માહિતી નિયામક પાસે થી વિગતો મેળવી લો તેવા જવાબ આપવામાં આવતા રોષ વ્યાપ્યો છે.(

(12:45 pm IST)