Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ઓખા રેલ્વે સ્ટેશન પર માલગાડીમાંથી મળ્યો બીયરનો જથ્થો : ૨૨૮૩ ટીનના ૪૮ પાર્સલ સાથે એક શખ્સની અટકાયત

ઓખા તા. ૩: મુંબઇ બાંદ્રા સ્ટેશનથી ઓખા ખાતે આવેલા ગુડસટ્રેઇનમાં પોલીસના કર્મચારીને શંકા જતા તપાસ કરતા તેમાંથી  બીયરના ૨૨૮૩ નંગ ટીન નીકળ્યા હતા.

આ પાર્સલના જથ્થાની ડીલેવરી લેવા આવેલ પોરબંદરના એક શખ્સની ઓખા રેલ્વે પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ઉલટ તપાસમાં બે શખ્સોના નામો બહાર આવ્યા છે. છ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

રેલ્વે ડીઆઇજી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ભાવના પટેલની સુચનાથી વિભાગીય પોલીસ અધિકારી પી.પી. પીરોજીયાના માર્ગદર્શન હેઠળ રેલ્વે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ભુવાને ૪૮ બોકસ અંગે શંકા જતા જામનગર ઈન્ચાર્જ પી એસ આઇ પી પી  જાડેજાને જાણ કરી વોચ ગોઠવી પોરબંદરના શખ્સને બોલેરો જીપ સાથે ઝડપ્યો હતો.

આ જથ્થામાં ૨૨૮૩ નંગ બીયર હેવર્ડઝ-૨૦૦૦કુા.ના મહારાષ્ટ્રની બનાવટનો બે મોબાઇલ અને બોલેરો જીપ મળી કુલ ૬,૩૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રેલ્વે  પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)