Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પોરબંદર દરિયામાં ર૦ થી ૩પ કી.મી. ઝડપે ફુંકાતો પવનઃ કાંઠે ર મીટર ઉછળતા મોજા

ર નંબરનું સિગ્નલ બીજે દિવસે યથાવતઃ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી

પોરબંદર તા. ૩: ''નિસર્ગ'' વાવાઝોડાની અસરની સંભાવના વચ્ચે દરિયામાં આજે સવારે ર૦ થી ૩પ કી.મી. ઝડપે પવન ફુંકાય રહેલ છે કાંઠે ર મીટર મોજા ઉછળી રહેલ છે સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા મુજબ દરિયાકાંઠે સવારે ૯ કી.મી. ઝડપે પવન રહેલ અને ર૪ કલાકમાં દરિયો ''રફ'' બને તેવી સંભાવના છે.

 

માછીમારોને દરિયો નહિં ખેડવા ચેતવણી અપાય છે. બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ આજે બીજે દિવસે યથાવત રાખેલ છે. ગુરુતમ ઉષ્ણતામાન ૩પ,૭ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ર૬,પ સે.ગ્રે. ભેજ ૬૭ ટકા, પવનની ગતિ ૯ કી.મી. સુર્યોદય ૬,૦૮ તથા સુર્યાસ્ત ૭,૩૧ મીનીટે ખંભાળા જળાશય સપાટી ૧૭,૪ ફુટ.

(11:39 am IST)