Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

માંડવીના શેરડી ગામે ખાડામાં બાઇક પટકતા પતિની નજર સામે પત્નીનું મોતઃ માસુમ પુત્રીનો આબાદ બચાવ

ભુજ,તા.૩: રોડ રસ્તા ઉપર આડેધડ રહેલી ધુળ, રેતી અને ખાડાઓને કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં ઘણીવાર વાહનચાલકો માટે જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.

માંડવીના શેરડી ગામ પાસે બાઇક ખાડામાં પટકાતા પતિ સાથે બાઇક ઉપર જઈ રહેલા ૨૩ વર્ષીય પત્ની હિરબાઈ સંઘારનું રોડ પર પડી જતાં ગંભીર ઈજાઓને પગલે અરેરાટીભર્યું મોત નીપજયું હતું. જયારે ત્રણ વર્ષીય પુત્રીનો સામાન્ય ઈજાઓ સાથે બચાવ થયો હતો.  અકસ્માત બાદ પતિ શિવજીભાઈ શામજી સંઘારની નજર સામે જ પત્નીનું મોત નીપજયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:31 am IST)