Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ભાવનગરના બે શખ્સની ચોરાઉ મોટરસાયકલ સાથે ધરપકડ

ભાવનગર, તા.૩:ભાવનગરના તિલકનગર વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે બે ઇસમોની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

એસ.ઓ.જી ટીમેં પૂર્વ બાતમીના આધારે બે મહિના પહેલા શહેરના તિલકનગર પાસેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે પ્રફુલ શત્રુઘ્નભાઈ પરમાર રે.હદાનગર અને વિજય પ્રેમજીભાઈ પરમાર રે.સીદસર રોડવાળાની ધરપકડ કરી ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી આપેલ છે.

(11:26 am IST)