Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાજકોટ મહાજન પાંજરાપોળની મુલાકાત લેતા મનોજ અગ્રવાલ

 રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં રાજકોટ શહેરનાં પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે મકરસંક્રાંતિનાં રોજ મુલાકાત લીધેલ હતી. તેઓએ પાંજરાપોળની જીવદયા પ્રવૃતિઓને બિરદાવેલ હતી, પાંજરાપોળનાં હોદ્દેદારોએ જણાવેલ કે પાંજરાપોળ ૧૨૧ વર્ષ જુની છે જેમાં અંદાજીત ૪૦૦૦ જેટલા નિરાધાર-અપંગ- બીમાર પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ તેમજ સરકારી ખાતા દ્વારા પશુઓને અહીં મુકવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળનાં સર્વે શ્રી સુમનભાઇ કામદાર, શ્રેયસભાઇ વીરાણી, મુકેશભાઇ બાટવીયા, યોગેશભાઇ શાહ, દીલીપભાઇ વસા, કાર્તિકભાઇ દોશી, બકુલભાઇ રૂપાણી, સંજયભાઇ મહેતા, દીનેશભાઇ વોરા, એમ.ડી. મહેતા, અરૂણભાઇ દોશી, જીવદયા ગ્રુપનાં પ્રકાશ મોદી, નીરવ સંધવી, રમેશ દોમડીયા, ભરત બોરડીયા, હર્ષદ મહેતા, વિરેન્દ્ર સંઘવી, હિતેશ દોશી તથા પાંજરાપોળનાં સર્વે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(4:01 pm IST)