Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ

આરોપી વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ તા ૧૬ :  ચેક રીટર્ન ના કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા દંડ નો હુકમ રાજકોટ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે આ કામના ફરીયાદી કંપની ચેલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કંપની લી. ના ઓ પાસેથી આરોપી અમૃતલાલ મનસુખલાલ સોલગામા એ લોન  લીધેલ અને બાકી લેણી રકમ પેટે કંપની ને રૂા ૧પ૫૫પ૧૫૯/- નો ચેક આપેલ અને જણાવેલ કેસદર ચેક બેંકમાં જમા કર્યેથી તમારી લેણી રકમ મળી જશે. સદરહુ ચેક ફરીયાદીએ પોતાની બેન્કના ખાતામાં જમા કરાવતા, સદરહુ ચેક '' ફંડ ઇનસફીશ્યન્ટ'' એટલે કે અપુરતા ભંડોળના કારણેસ્વીકારાયા વગર પરત ફરેલ, જેથી ફરીયાદી લીગલ ડીમાન્ડ નોટીશ આપી રાજકોટની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

સદરહુ કેસ ચાલી જતા પડેલ પુરાવાઓને ધ્યાને લઇ તથા ફરીયાદી વકીલ રાજેશ કે. પારેખ તથા કાજલ બી.ધોળકીયા નીદલીલો  સાંભળી તથા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇઓ ને ધ્યાને રાજકોટના હેડી. ચીફ જયુડીશી્યલ મેજી. શ્રી આર. એસ. રાજપુત મેડમે આરોપીને ચેક રીટર્ન થવા સબંધી તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા ૧,૫૫,૧૫૯/- વળતર પેટે ફરીયાદી કંપનીને ચુકવવા આદેશ કરેલ છે, તેમજ જો આરોપી વળતરની રકમ ત્રણ માસમાં ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદજી સજા ફટકારેલ છે.

(3:58 pm IST)