Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રૂ.૧૭.૩૧ લાખના દારૂ સાથેનો ટ્રક મુકી ભાગેલા નાસીર મોડને ક્રાઇમ બ્રાંચે પકડ્યો

આશરો આપનાર માસીનો દિકરો મુસો પણ પકડાયોઃ પીએસઆઇ કે. કે. જાડેજા, રઘુવીરસિંહ વાળા અને વિજય ડાંગરની બાતમી પરથી ધરપકડઃ કાર કબ્જે

રાજકોટ તા. ૧૬: ગયા મહિને ૨૬/૧૨ના રોજ ભગવતીપરામાંથી ક્રાઇમ બ્રાંચે રૂ. ૧૭,૩૧,૬૦૦નો ૫૭૭૨ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ રૂ. ૧૫ લાખનો ટ્રક પણ કબ્જે કર્યો હતો. આ દારૂ ભગવતીપરાના નાસીર ઇબ્રાહીમ મોડ (ઉ.૨૭) નામના સંધી શખ્સે ઉતાર્યો હોવાનું જે તે વખતે ખુલ્યું હતું. પણ તે ત્યારથી ફરાર હતો. દરમિયાન નાસીરને કેટલાક દિવસથી જારીયા ગામે રહેતાં તેના માસીના દિકરા મુસાઇસાભાઇ મોડ (ઉ.૩૭)એ પોતાની વાડીએ આશરો આપ્યો હોવાની બાતમી પીએસઆઇ પીએસઆઇ કે. કે. જાડેજા, રઘુવીરસિંહ વાળા અને વિજય ડાંગરને મળતાં બંનેને ખોરાણા ગામના પાટીયા પાસેથી પકડી લઇ જીજે૩કેપી-૪૭૧૫ નંબરની કાર તથા બે મોબાઇલ ફોન અને રૂ. ૫૫૦૦ રોકડા મળી કુલ રૂ. ૭,૦૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં આ કામગીરી થઇ હતી. હેડકોન્સ. સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, કોન્સ. ડાયાભાઇ, વિરદેવસિંહ, ઇન્દ્રજીતસિંહ, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતાં. (૧૪.૧૫)

 

(3:41 pm IST)