Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સર્વે શકિત યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : ૧૧૦ બોટલ એકત્રીત

રાજકોટ : શહેરની સીવિલ હોસ્પિટલના લાભાર્થે વોર્ડ નં.૧૩માં આવેલ સર્વે શકિત યુવા ગ્રુપ દ્વારા હનુમાન જયંતિના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦ બોટલ એકત્રીત થવા પામી હતી. આ કેમ્પમાં ધારાસભ્ય-ગોવિંદભાઇ પટેલ, પૂર્વ સાંસદ-વલ્લભભાઇ કથીરીયા અને કોર્પોરેટર-નીતીનભાઇ રામાણી અને ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર અને વોર્ડના પ્રમુખ વિજયભાઇ ટોળીયા, ભરતભાઇ બોરીચા, નારણભાઇ બોળીયા, હર્ષભાઇ ચોવટીયા, કેતનભાઇ વાસાણી, દિવ્યેશભાઇ પીપળીયા, તથા નયન ભટ્ટ, અમીત ડોબરીયા, મુકેશ વીરડીયા કિશન પરમાર, સુરેશભાઇ ભંડેરી, હિરેન ડવ, સુરેશભાઇ ચીખલીયા, પરેશ ચીખલીયા, શૈલેષ ભટ્ટી, પીન્ટુભાઇ ભટ્ટી, વિક્રમ રાઠોડ, રાયમલભાઇ બોરીચા, પ્રભાતભાઇ ડવ, ધનાભાઇ રાઠોડ, મેહુલભાઇ રાઠોડ, અક્ષય વીરડીયા, અભી વીરડીયા, હર્ષ ભટ્ટી, કૃપાલ ગોંડલીયા, રાજેશભાઇ ફળદુ, હેપીભાઇ પાભર, જેન્તીભાઇ રૂપારેલીયા, સુરેશભાઇ રૂપારેલીયા, હાર્દિકભાઇ, પંકજ, અશોક રામાણી, ભગીરથ બોરીચા, ભરતભાઇ ગોંડલીયા તથા સર્વે લતાવાસી ભાઇ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(4:09 pm IST)