Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કાલાવાડ રોડ પરની ઝૂપડપટ્ટી તરફ પશ્ચિમ મામલતદાર ખાસ નજરે દોડાવે !!

રાજકોટ : લોકડાઉનમાં સીઝન-મધ્યમ-ગરીબ વર્ગ તમામ હેરાન-પરેશાન છે, તો ઝુપડપટ્ટી વર્ગ તો સાવ દયનીય હાલતમાં છે, રોજનું પેટ્યુ રળતા આ લોકોની સ્થિતિ લાચાર બની છે. અત્યંત ગરીબ વર્ગની તસ્વીરમાં દેખાતી આ મહિલાઓ આજે ભુખ-તરસ બાબતે ટળવળી ઉઠી હતી, એવામાં ત્યાં ના જ એક રહેવાસીએ પોતાની પાસે રહેલ પેકેટમાંથી ખાવાની વસ્તુ આપતા નગ્ન ગરીબ બાળક સહિત તમામે પડાપડી કરી હતી, તસ્વીર ઘણું કહી જાય છે, પશ્ચિમ વિસ્તારના મામલતદાર અને તેમનો સ્ટાફ આ તસ્વીર જોઇને આ લોકો તરફ નજર દોડાવે તે જરૂરી બની ગયું છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:03 pm IST)