Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

એક સંસ્થાને અપાયેલ પાસ જપ્ત બીજી સંસ્થાએ પાસ જમા કરાવી દીધા

કલેકટરના ચેકીંગ બાદ કાર્યવાહી : એક સંસ્થા પાસે પૈસા ખાલી થતા મદદ બંધ કરી દેવી પડી

રાજકોટ તા. ૧૦ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓને લોકોને ફુડ પેકેટ કે અન્ય એવી કોઇ વસ્તુની જરૂરીયાત હોય તો મદદ કરવા માટે પાસ ઇસ્યુ કર્યા છે.

દરમિયાન કલેકટર દ્વારા ક્રોસ ચેકીંગ કરાતા બે સંસ્થા પાસ લઇ ગઇ પણ કામગીરી કરતી ન હોવાનું બહાર આવતા તેમના પાસ જપ્ત કરવા આદેશો કર્યા હતા.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવેલ કે, દિવ્ય જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટે તેમની કામગીરી પૂરી થતાં મામલતદાર પાસે અપાયેલ પાંચ પાસ સામેથી જમા કરાવી દીધા છે.

બીજી બાજુ અન્ય એક સંસ્થાના પાસ જપ્ત કરવા અંગે મામલતદાર કાર્યવાહી કરી રહ્યાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, આ સંસ્થાના હોદ્દેદારોએ જણાવેલ કે, અમારી પાસે પૈસા ખલાસ થઇ ગયા છે, એટલે કામગીરી બંધ કરી છે, પરિણામે આ સંસ્થા પાસેથી પાસ જપ્ત કરવા અંગે કાર્યવાહી થઇ રહ્યાનું બહાર આવ્યું છે.

(4:00 pm IST)