Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વેપાર ઉદ્યોગના પુનરૂત્થાન માટે આવુ વિચારી શકાય

કોરોનાના કારણે લદાયેલ લોકડાઉન બાદ

કોરોના વાઇરસને નાથવા જાહેર થયેલ લોકડાઉનને કારણે ઉદ્દભવેલ આર્થિક મંદિ તથા વ્યાપાર ઉદ્યોગ અને અર્થતંત્રના પુનરૂત્થાન માટે આટલુ ચોકકસ વિચારી શકાય.

 વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ગત વર્ષની સરખામણીમાં જે એક્ષ્પોર્ટ વધે તેની ઉપર વિશિષ્ટ પ્રોત્સાહન આપવા. જેમ કે કોઇ એકમનું વર્ષ ૨૦૧૯-૨૦ નું એક્ષ્પોર્ટ રૂ.૩૦ કરોડનું હોય અને વર્ષ ૨૦૨૦- ૨૧ માં રૂ.૩૭ કરોડનું એક્ષ્પોર્ટ કરે, તો વધારાના રૂ.૭ કરોડના એક્ષ્પોર્ટ ઉપર એડીશનલ પ્રોત્સાહન આપવુ, જેથી કરીને એક્ષ્પોર્ટસનો વધારો હાંસલ થઇ શકે.

 એક્ષ્પોર્ટ એકમને જીએસટી રીફંડ મળવા પાત્ર હોય છે. પરંતુ આ રીફંડ મળતા ઘણો સમય લાગી જતો હોય છે. જેના કારણે એકમની વર્કીંગ કેપીટલ સાયકલ અટકી જાય છે. એક્ષ્પોર્ટને કારણે ઉદ્દભવતા રીફંડની રકમ અરજી કર્યાના ૧૫ દિવસમાં આપી દેવી.

 એક્ષ્પોર્ટ અંગે વાપરવામાં આવતી બેન્કની વર્કીંગ કેપીટલ ઉપર વ્યાજના દરમાં ફાયદો ઇન્ટ્રસ્ટ સબવેશન રેટ વધારવો.

 એક્ષ્પોર્ટથી ઉદ્દભવતી આવક ઉપર ઇન્કમટેક્ષમાં વિશેષ રાહત આપવી. અગાઉ કલમ- ૮૦ એચ.એચ.સી. હેઠળ આવી જોગવાઇ હતી.

રોજગાર ક્ષેત્રે :

 આવતા બે વર્ષ માટે એમ્પ્લોયર તેમજ કર્મચારી બન્ને પ્રોવીડન્ડ ફંડના ફાળાની રકમ સરકારે ચુકવવી.

 વર્ષ ૨૦૧૯-૨૦ ની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં નવા કર્મચારીઓનો વધારો (નેટ ઇન્ક્રેસ) થાય તો વધારાના કર્મચારીના પગારના ૨૦% રકમ સરકારે સબસીડી રૂપે આપવી. આ પગાર મીનીમમ વેજીસ એકટ પ્રમાણે ગણવાના રહે.

 સરકારી અર્ધસરકારી તેમજ પબ્લીક સેકટર એકમના હાલના કર્મચારીના ઓછામાં ઓછા ૧૦% નવા કર્મચારીની નિમણુંક એક વર્ષમાં કરવી.

બેંકીંગ અને ધિરાણ :

 લેટર ઓફ ક્રેડીટની સમય મર્યાદા ૧૮૦ દિવસ સુધી વધારી આપવી.

 લોકડાઉનના સમયગાળા માટે બેંકની ટર્મ લોનના વ્યાજની રકમમાં ૪૦% રાહત આપવી.

 રહેણાંકના બાંધકામના પ્રોજેકટ માટે બિલ્ડર્સને લોન આપવી.

 ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે લોન આપવી.

હાઉસીંગ :

 રહેણાંકના પ્રોજેકટનો એફએસઆઇ વધારવો.

 રહેણાંકના એકમની ખરીદી માટે સ્ટેમ્પ ડયુટી માફી.

ઇલેકટ્રીસીટી :

 ત્રણ મહિના માટે ઇલેકટ્રીસીટીના ફીકસ ચાર્જીસની માફી આપવી.

 એક વર્ષ માટે ઇલેકટ્રીસીટી ડયુટીમાંથી રાહત આપવી.

કન્ઝયુમર્સ ગુડઝ અને વ્હાઇટ ગુડઝ :

 કન્ઝયુમર્સ ગુડઝ અને વ્હાઇટ ગુડઝની આયાત ઉપર સંપૂર્ણ બંધી કરવી.

પ્લાન્ટ અને મશીનરી :

 વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન નવો પ્લાન્ટ અને મશીનરીની ખરીદી ઉપર ૫૦% વધારાનો ઘસારો આપવો.

 નવા ઉદ્યોગો :

 વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન નવા સ્થાપવામાં આવનાર ઔદ્યોગિક એકમને પછીના પ વર્ષ માટે આવકવેરામાંથી રાહત આપવી.

 આવા નવા સ્થપાનાર એકમના કર્મચારીઓનો એમ્પ્લોયર અને કર્મચારીનો પ્રોવીડન્ડ ફંડ પ વર્ષ માટે સરકાર ભોગવે.

 આવા નવા એકમને પ્લાન્ટ અને મશીનરીની ખરીદી ઉપરના જીએસટીમાંથી માફી આપવી.

એેમએસએમઇ :

 ટર્મ લોનના હપ્તાના ચુકવણા માટે ૬ મહિનાની મુકિત આપવી.

 લોકડાઉનના સમય દરમિયાનની તમામ બેન્ક વ્યાજની રકમમાં ૭૫% ની રાહત.

 લોકડાઉનના સમય માટે કર્મચારીને ચુકવેલ પગાર (મીનીમમ વેજીસ એકટ મુજબ) માં ૫૦% ની સબસીડી.

 જીએસટી રીફંડની રકમનું ૧૫ દિવસમાં ચુકવણું.

 નવા એમ.એસ.એમ.ઇ. એકમને માટે જી.એસ.ટી. વિલંબીત ચુકવણીની યોજના લાવવી.

નાના વેપારી અને રીટેઇલર્સ :

 જી.એસ.ટી. કોમ્પોઝીશનની મર્યાદામાં વધારો કરવો.

 દુકાનોને ૨૪*૭ દરમિયાન ચાલુ રાખવાની સંપૂર્ણ છુટ આપવી.

નાના ઉદ્યોગો માટે સરકાર પેકેજ જાહેર કરે

 કોરોના વાઇરસને કારણે બંધ કરવામાં આવેલ ઉદ્યોગોને ફરી શરૂ થતા થનાર નુકશાન અંગે નાના ઉદ્યોગોને સરકાર તરફથી પેકેજ આપવામાં આવે તેવી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વડાપ્રધાનશ્રી, નાણામંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત થઇ છે.

- પ્રમુખ : ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ : રાજીવભાઇ દોશી

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ  એન્ડ ઇન્ડ્રસ્ટીઝ

(3:58 pm IST)