Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાની સતત સમીક્ષા માટે ગુજરાતના ૫ સીનીયર તબીબોની કમીટી બનાવતી સરકાર : રાજકોટના ડો.અતુલ પંડ્યાનો સમાવેશ

જાણીતા પેથોલોજીસ્ટ અને આઈએમએના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા ઉપરાંત અમદાવાદના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો. આર. કે. પટેલ, ડો.કેતન દેસાઈ, ડો.મોનાબેન દેસાઈની નિયુકિત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કમીટી બની

રાજકોટ, તા. ૧૦ : કોરોનાની મહામારી સામે સમગ્ર દેશમાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આરોગ્યલક્ષી નિર્ણયો ફટાફટ થતા ગુજરાત રાજયમાં સ્થિતિ સારી છે ત્યારે ગુજરાત રાજયમાં હવે આવનારી પરિસ્થિતિને અનુલક્ષીને સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ગઈકાલે ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતના પાંચ ટોચના તબીબોની એક ખાસ કમીટી બનાવી છે જે કોરોના રોગની સતત સમીક્ષા કરશે.

ગુજરાતના સીનીયર મોસ્ટ કાર્ડીયોલોજીસ્ટ અને યુ.એન. મહેતા હોસ્પિટલ ડો. આર. કે. પટેલ, આઈએમએના પૂર્વ પ્રમુખ ડો.કેતનભાઈ દેસાઈ, મોનાબેન દેસાઈ, ડો.અનિલ નાયક અને ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યાની નિયુકિત કરવામાં આવી છે.આ હાઈલેવલ કમીટીમાં ગુજરાતભરમાં કોરોનાના રોગની સમીક્ષા, હોસ્પિટલ, ડોકટર, નર્સીંગ સ્ટાફ સહિતનાને માર્ગદર્શન આપશે.આ હાઈલેવલ કમીટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબીબી સ્ટાફ સાથે સંકલન કરી જરૂરી માર્ગદર્શન આપશે.

(1:06 pm IST)