Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સીંગતેલ ડબ્બે ૧૦ રૂ. તૂટયા

ઘરાકીના અભાવે ભાવો ઘટયાઃ કપાસિયા તેલમાં પણ ૫ રૂ. ઘટયા

રાજકોટ, તા. ૧૦ :. લોકડાઉનના પ્રારંભે સીંગતેલના ભાવો સળગ્યા બાદ હવે ભાવો ઘટી રહ્યા છે. આજે સીંગતેલ ડબ્બે ૧૦ રૂ.નો ઘટાડો થયો છે.

સ્થાનિક બજારમાં સીંગતેલના પુરતા પુરવઠા વચ્ચે ઘરાકી ઘટતા સીંગતેલના ભાવો તૂટી રહ્યા છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો થતા સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૩૦થી ૨૨૫૦ રૂ. હતા તે ઘટીને ૨૨૨૦થી ૨૨૪૦ રૂ. થઈ ગયા છે. સીંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ ૫ રૂ.નો ઘટાડો થતા કપાસિયા ટીનના ભાવ ઘટીને ૧૩૮૦થી ૧૪૦૦ રૂ. થઈ ગયા હતા.

અત્રે નોંધનીય છે કે, લોકડાઉનના પ્રારંભે સીંગતેલના પુરવઠાની અછત સર્જાતા સીંગતેલના ભાવો આસમાને પહોંચ્યા હતા. જો કે કલેકટર તંત્રની દરમિયાનગીરીથી બજારમાં સરળતાથી સીંગતેલનો પુરવઠો ઉપલબ્ધ થઈ જતા ભાવો ઘટી રહ્યા છે.

(3:32 pm IST)