Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રંગીલા સોસાયટીના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા ૧૦ ઝડપાયા

મેઘજી, દિનેશ, રસીક, વિનો, પાંચા, ગોરબ, દેવુ, ચંદુ ઉર્ફે સંજય, પરાગ ઉર્ફે ભુરો અને ઘુઘાની ધરપકડ

રાજકોટ, તા. ૩: કુવાડવા (આણંદપર)માં આવેલી રંગીલા સોસાયટીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દસ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા, એએસભાઇ બીપીનદાન, સી.એમ. ચાવડા, સંતોષભાઇ, જયંતભાઇ, અંશુમનભાઇ, ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ, સંજયભાઇ, અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે જયંતીભાઇ અને સંજયભાઇને મળેલી બાતમીના આધારે રંગીલા સોસાયટીમાં એક મકાનમાં દરોડો પાડી મેઘજી નરશીભાઇ ધોરારીયા, દિનેશ હરજીભાઇ ભડાણીયા, રસીક બચુભાઇ ચાવડા, વિનો રત્નાભાઇ ધોરીયા, પાંચા કેશાભાઇ મકવાણા, ગોબર વશરામભાઇ ભડાણીયા, દેવુ બચુભાઇ ચાવડા, ચંદુ ઉર્ફે સંજય જાદવભાઇ સાકરીયા, પરાગ ઉર્ફે ભુરો ભવાનભાઇ મકવાણા, અને ઘુઘા જેરામભાઇ  વાટીયા (રહે. નવાગામ, રંગીલા સોસાયટી)ને જુગાર રમતા પકડી લઇ રૂ.૩૬૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(4:08 pm IST)