Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વોર્ડ નં.૩ વિવિધ વિસ્તારનાં વોકળા થયા સાફ

રાજકોટઃ ચોમાસા દરમ્યાન વોર્ડ નં. ૩માં આવતા વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ વિસ્તારમાંથી પસાર થતા વોકળા જેમ કે, પરસાણાનગર, ભીસ્તીવાડ, ગાયકવાડી, કીટીપરા, હંસરાજનગર, શાસ્ત્રીનગર, રઘુનંદન, પોપટપરા, મિયાણાવાસ વિગેરે વિસ્તારમાં વોંકળાનું પાણી ઘરોમાં ફરી વળતું હોઇ જેથી ગંદકી અને રોગચાળાનો ન ફેલાય અને વરસાદી પાણીનો ઝડપથી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરીનું મ્યુનિશિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કામનુ નીરીક્ષણ કયું હતું. આ સામે વોર્ડ નં.૩ના ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)