Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજકોટમાં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજારનાર હુશેન ઠેબા પકડાયો

રાજકોટ તા. ૩ : રાજકોટમાં રહીને અભ્યાસ કરતી સગીરાનું ગત જાન્યુઆરી માસમાં અપહરણ કરી મોરબી રોડ પરની હોટેલમાં લઇ જઇ  બળાત્કાર ગુજારનાર જામટીંબડીના હુશેન ભીખાભાઇ ઠેબા (ઉ.ર૪) ને કુવાડવા રોડ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટમાં રહીને અભ્યાસ કરતી સગીરાને ગત જાન્યુઆરી માસમાં જામટીંબડીનો શખ્સ હુસેન ઠેબા નામના શખ્સે સગીરાને ફોન કરી હોસ્ટેલની બહાર બોલાવી રીક્ષામાં બેસાડી મોરબી રોડ પરની દેવ દ્વારકાધીશ હોટેલમાં લઇ ગયો હતો ત્યાં તેણે  સગીરા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો બાદ બહાર નીકળી હુશેેેને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોટેલમાંથી જતો રહ્યો હતો. આ બનાવ અંગે સગીરાની દાદીમાંએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં પોલીસ કમિશનર મનોજ  અગ્રવાલની સુચનાથી કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળા તથા રાઇટર હિતેષભાઇ ગઢવી સહિતે ઉપલેટાના જામટીંબડી ગામના હુશેન ભીખાભાઇ ઠેબા (ઉ.ર૪) ની ધરપકડ કરી હતી.બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવતા પોલીસે તેના બે દિવસના રીમાન્ડ મેળવી તપાસ આદરી છે.

(4:01 pm IST)