Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજકોટના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન મળ્યા બાદ ફરાર વિશાલ પટેલ પકડાયો

જૂનાગઢની લૂંટ-છેડતીના ગુન્હામાં પણ વોન્ટેડ હતો : રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ.એન. રાણાની ટીમે શાપર-વેરાવળમાંથી દબોચી લીધો

રાજકોટ, તા. ૧૪ : રાજકોટના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન મળ્યા બાદ ફરાર અને જુનાગઢની લૂંટ તથા છેડતીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને શાપર-વેરાવળમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પેરોલ જંપ તેમજ નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સૂચના અનુસંધાને રાજકોટના બળાત્કારના ગુન્હામાં વચગાળાના જામીન પરથી ફરાર આરોપી તેમજ જૂનાગઢ તાલુકા પો.સ્ટે.ના ઇ.પી.કો.કલમ ૩પ૪(બી), ૩૯ર, પ૦૬(ર), ૧૧૪ જીપી. એકટ ૧૩પ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિશાલ વિરજીભાઇ કુંભાણી પટેલ ઉ.વ.૩૧, ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. ચોકી વડાલ બસ સ્ટેશન પાછળ તા.જી. જૂનાગઢ શાપર-વેરાવળમાં હોવાથી એલસીબીના હેડ કો. બ્રીજરાજસિંહ જાડેજા તથા રવિદેશ બારડને મળતા પીઆઇ એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી વિશાલને દબોચી લેવાયો હતો.

પકડાયેલ મજકુર આરોપી વિરૂદ્ધ અગાઉ લૂંટ, બળજબરીથી કઢાવવા તેમજ બળાત્કાર અને ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયેલ છે. તેમજ રાજકોટના કુવાડવા પોલીસ મથકના બળાત્કારના ગુન્હામાં મજકુર આરોપી તા. ૧૭-ર-ર૦૧૯થી વચગાળાના જામીન પરથી ફરાર હતો અને તા. ૧-૬-ર૦ર૦ના રોજ જુનાગઢ તાલુકાના ચોંકી વડાલ ગામે સ્ત્રીની છેડતી કરી મો.સા.ની લૂંટ કરેલ છે જે અંગે જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ૩૯ર, પ૦૬(ર), ૧૧૪ જી.પી. એકટ ૧૩પ મુજબ ગુન્હા નોંધાયેલ હોય તેમાં આરોપી વોન્ટેડ હતો.

આ કામગીરી રૂરલ એલસીબીના પો.ઇન્સ. એમ.એન. રાણા, પો. હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, રવિદેશભાઇ બારડ તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજાએ કરી હતી.

(12:49 pm IST)