Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ફોનમાં ગાળાગાળી થયા બાદ કામ છે...કહી નાના મવા ચોકડીએ લઇ જઇ સચીનની ધોલાઇ

લક્ષ્મીનગર કવાર્ટરથી રાતે મિત્રો જ લઇ ગયાઃ પછી ધોકાવાળી કરી

રાજકોટ તા. ૩: લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતાં અને ઠંડાપીણાની એજન્સીમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં સચીન હસુભાઇ પરમાર (મોચી) (ઉ.વ.૨૩)ને રાતે અગિયારેક વાગ્યે તેના મિત્ર સત્યમે કામ છે કહી બાઇકમાં બેસાડી નાના મવા ચોકડી શ્રીજી પાર્ટી પ્લોટ પાસે લઇ ગયા બાદ બીજા મિત્રો એમ. કે., ભાજી તથા અજાણ્યાઓએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. સચીનના કહેવા મુજબ ગઇકાલે પોતાને મિત્ર સાથે વાત દરમિયાન ચડભડ થઇ હતી. એ પછી રાતે તેનો ખાર રાખી મિત્રએ કામ છે તેમ કહી લઇ જઇ ફોનમાં કેમ ગાળો બોલતો હતો? તેમ કહી ધોલધપાટ કરી હતી.

(12:46 pm IST)