Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021
લાખાણી પરીવારે વડીલોની છત્રછાયા ગુમાવી ડો.સુરેશભાઇ-ડો. ઉષાબેન સજોડે સ્વર્ગે સિધાવ્યાઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ. ડો. ઉષાબેન સુરેશભાઈ લાખાણી (ઉં.વ.૭૨), તે  સ્વ ડો. સુરેશભાઈ લાખાણીના પત્ની, તે માધવભાઈ અને ધારાબેનના માતૃશ્રી, તે નીલાબેન તથા જીતેનભાઈ ભોજાણીના સાસુ, તે સ્વ. ડો.અમૃતલાલ મગનલાલ આશાણીના સુપુત્રી, તે ડો.કિરીટભાઈ આશાણી અને ગીતાબેનના બહેન, તે ગં.સ્વ.ઈન્દુબેન ગન્ગદાસભાઇ કાનાબાર, સ્વ. શશીકાંતભાઈ તેમજ ચેતનભાઇના નાનાભાઈના પત્ની, તે ઉમેશભાઈ કોટક અને શામળદાસભાઈ ભોજાણીના વેવાણ, તે અનુશીલના દાદી, તે રાજીત અને કવિનના નાનીનું તારીખ ૨૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જયારે ડો. સુરેશભાઈ મગનભાઈ લાખાણી (મૂળ ઉપલેટા) (ઉં.વ. ૭૬) હાલ રાજકોટ, તે સ્વ. ડો. ઉષાબેનના પતિ, તે માધવભાઈ તથા ધારાબેનના પિતાશ્રી, તે  નીલાબેન તથા જીતેનભાઈ ભોજાણીના સસરા, તે ગ.સ્વ.ઈન્દુબેન કાનાબાર, સ્વ. શશીકાંતભાઈ  તેમજ ચેતનભાઇના નાનાભાઈ તે સ્વ. ડો. અમૃતલાલ મગનલાલ આશાણીના જમાઈ, તે ડો. કિરીટભાઈ આશાણીના બનેવી, તે ઉમેશભાઈ કોટક તથા શામળદાસભાઈ ભોજાણીના વેવાઈ, તે અનુશીલનના દાદા, તે રાજીત અને કવિનના નાનાનું તારીખ ૨૭ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બંન્ને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૩૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિરબાઇમાં મહિલા કોલેજનાં નિવૃત પ્રોફેસર દેવિસિંહ ભટ્ટીનું અવસાન

રાજકોટ તા. ર૯: દેવિસિંહ પુનાભાઇ ભટ્ટી (નિવૃત પ્રોફેસર વિરબાઇમા મહિલા કોલેજ રાજકોટ) તે ડો. ઝંખનાબેન તથા પ્રિયેશભાઇ ભટ્ટીના પિતાશ્રીનું તા. ર૮ ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. +૯૧ ૯૩૭૭૯ ૦૮૦૦૧ પ્રિયેશ ભટ્ટી, મો. +૯૧ ૯૮૭૯૧ ૬૭૭૮૭-ઝંખના ભટ્ટી, મો. +૯૧ ૯૮રપ૩ ૩૯૦૩૦-કેતન વાઘેલા, મો. +૯૧ ૯૮રપ૭ ૦૭૪૭પ-નિમેષ ભટ્ટી

કુરેશ સમાજમાં ઘેરા શોકની લાગણી ખાટકી સમાજના અગ્રેસર ઉમરભાઈ કટારીયા જન્નતનશીન

રાજકોટઃ કુરેશ જમાતાના અગ્રેસર, કોમના હમદર્દ અને નિખાલસ વ્યકિતત્વ ધરાવતા જનાબ ઉમરભાઈ કાસમભાઈ કટારિયા (ઉ.વ.૭૫) આજરોજ ટુંકી બિમારી બાદ જન્નતનશીન થયેલ છે.

તેઓ મુસ્લિમ અગ્રણી મર્હુમ ગનીબાપુ કટારીયાના મોટાભાઈ કાસમભાઈ કટારીયાના મોટા દિકરા થતા હતાં.

તેઓના જવાથી કટારીયા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર કુરેશ સમાજને ઘેરા શોકની લાગણી સાથે કટારીયા પરિવારે સૌથી મોટા વરિષ્ઠ અને સાચા ખીદમતગાર અને કોમી એખલાસ અને મોહબ્બતવાળા સજજન પુરૂષ ગુમાવ્યાનો અફસોસ વ્યકત કરેલ હતો. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને મર્હુમની જીયારત રમજાન હોવાના કારણે આવતીકાલે સાંજે મર્હુમના નિવાસસ્થાન- સુભાષનગર-૮, રૈયા રોડ, રાજકોટ ખાતે રોજુ ખોલવામાં આવશે. તેમ મુસ્લીમ અગ્રણી હબીબભાઈ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)એ યાદીમાં જણાવ્યું હતું.

એડવોકેટ અતુલભાઇ દવેનાં પિતાશ્રી અક્ષરનિવાસી થયાઃ કાલે ટેલિફોનિક બેસણું

ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભકત શિરોમણી યોગેશભાઇ હરીશંકરભાઇ દવે (ઉ.વ. ૯ર) તે શ્રી હસમુખભાઇ એચ. દવે, પ્રવિણભાઇ એચ. દવે, સ્વ. જનકભાઇ એચ. દવે, સ્વ. ધિમંતભાઇ એચ. દવે, સ્વ. ભગિરથભાઇ એચ. દવે, સ્વ. નિરૂબેન, શ્રી ઉષાબેન શ્રી જયોત્સનાબેન, શ્રી નીલાબેનનાં ભાઇ તથા શ્રી અતુલભાઇ વાય. દવે (એડવોકેટ), નિલેશભાઇ વાય. દવે, પારૂલબેન તથા રશ્મીબેનના પિતાશ્રી તા. ર૯ ને ગુરૂવારનાં રોજ અક્ષરવાસ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઇ દવે (એડવોકેટ) મો. ૯૮ર૪ર ૦૦૬૩૮, ચિંતનભાઇ દવે (એડવોકેટ) મો. ૯૯૯૮૮ ૬૧પ૦પ, નિલેશભાઇ એચ. દવે મો. ૮૯૮૦ર ૪૯૮૯૯, જયમીનભાઇ દવે-મો. ૯૪૦૮૧ ૦૩પ૪૩

વિસાવદરના 'અજાતશત્રુ' પીરખાન પઠાણનું નિધન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ વિસાવદરના જૂના પીટીશન રાઈટર-કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી, માજી નગર સેવક, લઘુમતી અગ્રેસર પીરખાન એ. પઠાણનું આજે તા. ૨૯ના રોજ દુઃખદ નિધન થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. 'અજાતશત્રુ'ની છાપ ધરાવતા પીરખાન પઠાણે જીવનપર્યંત સૌની સાથે આત્મિયતા જાળવી હતી. ઉમદા અને નિરાળા સ્વભાવના પીરખાનના સામાન્ય માનવીઓના જબરા ચાહક વર્ગે તેમની વિદાયથી આંચકો અનુભવ્યો છે.

બોટાદના કોમલ મંડપ સર્વિસના હાજી હમીદભાઇ પઠાણના પત્ની ફરીદાબેનનું અવસાન

વઢવાણ : બોટાદના જાણીતા કોમલ મંડપ સર્વિસના હાજી હમીદભાઈ પઠાણના ધર્મપત્ની હાજીયાણીમાં ફરીદાબેનનું નાની વયે દુઃખદ અવસાન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાજીયાણીમાં ફરીદાબેન પરિવારમાં મિલનસાર સ્વભાવ અને વડીલ તરીકેની સફળતા પૂર્વક ફરજ બજાવી અને નાની વયે દુખદ અવસાન થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાજીયાણીમાં ફરીદાબેન છેલ્લા એક સપ્તાહથી ભાવનગર ખાતે બીમારીની સારવારમાં રહ્યા હતા.ત્યારે ગઇકાલે રાત્રીના સારવાર દરમિયાન તેમનું મોત થયેલ.

ચશ્માઘર વાળા દિપકભાઇ ચીમનલાલ ચુડાસમાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટ : દશા સોરઠીયા વણીક જ્ઞાતિના મહુવા નિવાસી હાલ રાજકોટ દિપકભાઇ ચીમનલાલ ચુડાસમા (ઉ.૪૧) (ચશ્માઘર, પેડક રોડ) તે સ્વ. ગીરધરભાઇ (મહુવા) સ્વ.મગનભાઇ (ભીવંડી), સ્વ. રમણીકભાઇ (રાજકોટ) ના નાનાભાઇના દિકરા સ્વ. ચીમનલાલ તારાચંદ ચુડાસમાના પુત્ર તેમજ પિન્ટુભાઇ તથા તૃપ્તિબેન રવિભાઇ મલકાણ તથા વૈશાલીબેન અલ્પેશકુમાર સાંગાણીના મોટાભાઇ તથા નરેન્દ્રભાઇ નાથાલાલ માલવિયા સુરતના જમાઇ તેમજ કિરીટભાઇ, જશુભાઇ, વસંતભાઇ, રાજુભાઇ સંઘાણી (કઢી) બવાડા વાળા હાલ, રાજકોટના ભાણેજ અને ગોપાલના પપ્પાનું તા.ર૭ને મંગળવારે રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલના સંજોગોમાં લૌકિક ક્રિયા ઘરમેળે રાખેલ છે. પિન્ટુભાઇ ૯૪ર૮૮ ૬૭૧૬૪, જશુભાઇ ૯૪ર૬૧ ૬૦૬૮પ, રાજુભાઇ ૯પ૩૭ર ૬૬૯૦૬

હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના મંત્રી જયંતીભાઇ પટેલના માતૃશ્રીનું નિધન

રાજકોટ : મુળ જેતાકુબાવાળા હાલ રાજકોટ નિવાસી લાભુબેન રણછોડભાઇ ખૂંટ (ઉવ.૮૦) તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર વિભાગના મંત્રી જયંતીભાઇ પટેલ (ભરત મોબાઇલ) પ્રવિણભાઇ અને ભરતભાઇના માતૃશ્રીનું તા. ૨૭ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતીના કારણે તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (જયંતીભાઇનો મો. ૯૮૨૪૨ ૯૨૩૦૩-રાજકોટ)

ગોંડલ સંપ્રદાયના સદગુરુદેવ શ્રી પારસમુની મ.સા.ના સંસારી કાકા નવીનચંદ્રભાઈ મહેતા (નિકાવાવાળા) અરિહંત શરણ પામ્યાઃ કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટઃગોંડલ સંપ્રદાય ના સદગુરુદેવ શ્રી પારસમુની મ.સા.ના સંસારી કાકા નવીનચંદ્રભાઈ ભાઈચંદભાઈ મહેતા (નિકાવાવાળા) તેઓ ભાવનાબેન ના પતિ તથા મેહુલભાઈ, પરિમલભાઈ ના પિતાશ્રી, જિજ્ઞાબેન, રીનાબેનના સસરા, વીર અને મોહિતના દાદા તથા જે.બી.મહેતા ( જયંતીભાઈ), જગદીશભાઈ, સ્વ. શશીકાંતભાઈ તથા મંછાબેન, મુકતાબેન, શુસીલાબેન, ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. વસંતબાઈ મહાસતીજી અને ઊર્મિલાબેનના ભાઈ, તથા સ્વ. ગુલાબચંદ મૂળચંદ પારેખ ( ખાંડાધાર ) વાળા ના જમાઈ અને કિશોરભાઈ, અનિલભાઈ, દિનેશભાઇ, રસિકભાઈ, કિરીટભાઈ, રંજનબેન , હંસાબેન, સરલાબેન અને સ્મિતાબેન ના બનેવી નું આજ રોજ તા.૨૮ , બુધવાર ના નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.સદગત નું ટેલિફોનિક બેસણું કાલેતા.૩૦ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જે.બી. મહેતા- ૬૩૫૫૦૭૭૪૧૮, કિરીટભાઈ પારેખ- ૯૯૨૪૦૨૪૪૦૭, મેહુલભાઈ મહેતા- ૯૯૨૪૭૨૩૯૫૧, પરિમલભાઈ મહેતા-૭૮૭૮૦૫૪૩૨૧

જનાના હોસ્પિટલના રિટાયર્ડ ડો.શૈલાબેન દોશીનું દુઃખદ અવસાન

રાજકોટઃ ડો. શૈલાબેન દોશી એમ.ડી.(ડી.એચ.ઓ. રીટાયર્ડ જનાના હોસ્પિટલ રાજકોટ) તે મહેન્દ્રભાઈ દોશી- ઈકોનોમીક ટ્રેડર્સ- રાજકોટ, ડો.વાસંતી કુમુદભાઈ ફીચડીયા (વેરાવળ) તથા રક્ષાબેન નીતિન કામદાર (સી.એ.) રાજકોટનાં બહેન તથા રીના મહેન્દ્રભાઈ દોશીના ફૈબાનું દુઃખદ અવસાન કોરોનાને લીધે તા.૨૯ના રોજ થયેલ છે. વોટ્સઅપનં.૯૮૨૫૦ ૭૪૭૬૭ તથા ૯૮૨૫૦ ૦૦૭૨૬

પ.પૂ. નમનમુની મ.સા. કાળધર્મ પામ્યા લીંબડી ગોપાલ સંપ્રદાયના પ.પૂ. શાસન રત્ન રામઉત્તમકુમારજી મ.સા.ના સુશિષ્ય

રાજકોટઃ. લીંબડી ગોપાલ સંપ્રદાયના પ.પૂ. શાસન રત્ન રામઉત્તમકુમારજી મ.સા.ના સુશિષ્ય પ.પૂ. નમનમુની મ.સા. અવસ્થાના કારણે આલોચનાપૂર્વક, સંથારા સહિત તા. ૨૮ રાતના ૯.૩૫ મિનીટે શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન સંઘ સાબરમતી, અમદાવાદ મુકામે કાળધર્મ પામેલ છે તેમ લીંબડી ગોપાલ સંપ્રદાય પ્રમુખ સુરેશભાઈ કાનજીભાઈ તુરખીયાએ જણાવેલ.

નિવૃત ડીવાયએસપી એચ.આર. ઝાલા અને કમાન્ડન્ટ બોર્ડર વિંગ કે.આર. ઝાલાના પિતાશ્રી રવુભા ઝાલાનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ રવુભા અજુભા ઝાલા તે એચ.આર. ઝાલા (નિવૃત ડીવાયએસપી) તથા કે. આર. ઝાલા (કમાન્ડન્ટ બોર્ડર વિંગ)ના પિતાશ્રી તેમજ મયુરધ્વજસિંહ એચ. ઝાલા, હરદિપસિંહ કે. ઝાલા તથા પુર્વદિપસિંહ કે. ઝાલાના દાદાશ્રીનું તા. ૨૮/૪/૨૧ના દુઃખદ અવસાન થયું છે.

કોરોનાની મહામારીને કારણે સદ્દગતની ઉત્તરક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૧/૫ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (એચ.આર. ઝાલા-૯૮૨૪૦ ૯૧૧૪૫, કે. આર. ઝાલા-૮૨૦૦૪ ૨૩૬૪૦, મયુરધ્વજસિંહ ઝાલા-૯૯૨૪૪ ૧૯૧૯૦, હરદિપસિંહ ઝાલા-૭૦૧૬૯ ૩૮૧૩૮, પુર્વદિપસિંહ ઝાલા-૯૭૨૫૨ ૮૧૮૧૮)

જાણીતા પત્રકાર બલરામભાઈ કારીયાના માતુશ્રીનું દુઃખદ નિધન : સાંજે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ગં.સ્વ.કલાવતીબેન ચુનીલાલ કારીયા (ઉ.વ.૮૪) તે સ્વ.ચુનીલાલ કેશવજી કારીયાના ધર્મપત્નિ તે યોગેશભાઈ, પારસભાઈ, બલરામભાઈ તેમજ રીટાબેન યોગેશભાઈ મીરાણી (મુંબઈ) તથા પૂનમબેન પરેશકુમાર રાયચુરા (અમદાવાદ)ના માતુશ્રી તે અદિતિ, શૌનક, યશ્વી અને હેતાંશના દાદી તથા પરીન અને દર્શીલના નાની તા. ૨૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ - મો. ૯૫૧૦૬ ૬૯૯૮૩, પારસભાઈ મો.૯૩૭૭૨ ૧૧૦૧૧, બલરામભાઈ મો. ૯૫૫૮૦ ૯૯૯૯૯, રીટાબેન યોગેશભાઈ - મો.૯૮૨૦૨ ૨૫૬૨૯, મીરાણી (મુંબઈ), પૂનમબેન પરેશભાઈ રાયચુરા - મો. ૮૨૦૦૫ ૬૬૩૭૨.

અજયભાઈ ગોરસીયાનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક અજયભાઈ વિનોદરાય ગોરસીયા (ઉ.વ.૫૭) તે સ્વ.વિનોદરાય મોહનલાલ ગોરસીયા તથા ગં.સ્વ.મધુરીબેન વિનોદરાય  ગોરસીયાના પુત્ર તથા ભાવનાબેનના પતિ, પૂર્વીલના પિતાશ્રી તથા કલ્પનાબેન શાહ (ટાટાનગર), યોગેશભાઈ, નિતેષભાઈના ભાઈ તથા હેલી અને સ્નેહના મોટા કાકા તથા ઉંટવડ વાળા સ્વ.ત્રિભોવનદાસભાઈ, સ્વ.વૃજલાલભાઈ તથા સ્વ.પ્રભુદાસભાઈ ધોળકીયાના જમાઈ તેમજ હરેશભાઇ, બીપીનભાઈ, કમલેશભાઈ, હર્ષાબેન, નિતાબેન તથા બીનાબેનના બનેવી તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. મો.૯૩૭૪૧ ૧૧૦૫૪, પૂર્વિલ મો.૯૦૩૩૧ ૨૧૯૮૭, મધૂરીબેન મો.૭૦૪૧૧ ૦૮૨૮૦, ભાવનાબેન મો.૮૬૯૦૪ ૨૩૫૧૫, યોગેશભાઈ મો.૯૮૯૮૦ ૦૮૨૮૦, કમલેશભાઈ મો.૯૪૨૬૫ ૬૧૪૮૮, નિતેષભાઈ મો.૯૯૯૮૦ ૧૩૫૯૫

એડવોકેટ રાહુલ પંડયાના માતુશ્રી મીનાબેનનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ  :  ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ ઉકરડા હાલ રાજકોટ નિવાસી અશોકભાઇ નરભેશંકર પંડયા (મો.૯૯૦૪૩ ૪૪૫૬૯) ના ધર્મપત્નિ તથા એડવોકેટ રાહુલભાઇ પંડયા (મો.૯૯૨૪૬ ૯૯૨૨૭), નેહાબેન દિવ્યેશકુમાર પંડયા, વર્ષા અશોકભાઇ પંડયાના માતુશ્રી તેમજ પ્રાન્સ પંડયાના દાદીમા તેમજ મુળ ચાચાપર નિવાસી જમનાદાસ દામજીભાઇ જાનીના પુત્રી મીનાબેન અશોકભાઇ પંડયા (ઉ.વ.૫૮) નું તા. ૨૮ ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૩૦ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

દ્વારકા વિદ્યા વિહાર શાળાના ટ્રસ્ટી હિંમતલાલ પંચમતિયાનું અવસાન

ખંભાળીયા તા. ર૯: દ્વારકાની વિદ્યા વિહાર હાઇસ્કૂલના ટ્રસ્ટી, દાવડા જમનાદાસ ઠાકરશી ચેરી. ટ્રસ્ટના મંત્રી તથા શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી અવિરત સેવા આપતા એડવોકેટ હિંમતલાલ શાંતિલાલ પંચમતિયા ઉ. ૭૦ નું તા. ર૭ ના રોજ અવસાન થતાં દ્વારકાનાં શૈક્ષણિક વર્તુળોમાં શોકની લાગણી છવાઇ હતી. થોડા સમય પહેલા વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રિન્સીપાલ જયેન્દ્રભાઇ મજીઠીયાનું અવસાન થયું હતું. જે પછી આ શાળાના ટ્રસ્ટીનું અવસાન થયું છે.

સતીષભાઈ પીઠવા

રાજકોટઃ મુ. વેરાવળ હાલ રાજકોટ લુહાર સતીષભાઈ દેવચંદભાઈ પીઠવા (ઉ.વ.૭૦) તે કલ્પેશભાઈ અને  રાજેશભાઈના પિતાશ્રી તથા નંદલાલભાઈ, કિશોરભાઈ તથા પ્રદીપભાઈના ભાઈનું તા.૨૯ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તા.૨૯ ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કલ્પેશભાઈ મો.૮૧૪૦૩ ૭૦૧૪૮, રાજેશભાઈ મો.૯૬૨૪૩ ૨૨૬૩૧

લાભુબેન જાની

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ ચાંચાપર હાલ રાજકોટ નિવાસી ગીરજાશંકરભાઈ જાનીના ધર્મપત્નિ લાભુબેન જાની (ઉ.વ.૯૦) તે તરૂણભાઈ તથા હીતેન્દ્રભાઈ જાની તથા પુષ્પાબેન રાવલ, જોશનાબેન પંડયાના માતુશ્રી તથા નાના રામપરવાળા કાંતીભાઈ પંડયાના મોટાબહેન તથા રવીનભાઈ, કિશનભાઈ, ભરતભાઈ, ડીમ્પલબેન, દીવ્યાબેનના દાદી તા.૨૮ને બુધવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષનું બેસણું તા.૩૦ શુક્રવારના રોજ ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. તરૂણભાઈ મો.૯૯૨૫૬ ૧૩૮૩૪, હીતેન્દ્રભાઈ મો.૯૪૨૬૬ ૫૦૦૬૦, રવીનભાઈ મો.૯૯૧૩૧ ૨૯૮૬૬, કાંતીભાઈ મો.૭૦૧૬૧ ૯૮૫૫૭ લૌકિક પ્રથા બંધ છે.

ભાવેશભાઈ બાટવીયા

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ.વિનોદભાઈ ધીરજલાલ બાટવીયા અને સ્વ.રંજનબેન વિનોદભાઈ બાટવીયાના પુત્ર ભાવેશભાઈ વિનોદભાઈ બાટવીયા (ઉ.વ.૫૧) તે હેમાબેનના પતિ, બંસરીના પિતા તથા અમિતાબેન અને સ્વ.અલકાબેનના ભાઈ તથા શાંતિલાલ કામદારના જમાઈ તથા હરેશભાઈ અને ભરતભાઈના સાળા તા.૨૮ને બુધવારે સાંજે ૪ વાગે અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમાબેન બાટવીયા મો.૯૦૯૯૦ ૬૬૬૦૨, અમિતાબેન કારેલીયા મો.૯૭૧૨૯ ૧૩૪૯૦, હરેશભાઈ કારેલીયા મો.૯૮૭૯૫ ૧૩૪૯૦

દક્ષાબેન મકવાણા

રાજકોટઃ દિલીપભાઈ પ્રેમજીભાઈ મકવાણા નિવૃત (પી. ડબલ્યુ.ડી)ના ધર્મપત્નિ અ.સૌ.સ્વ.દક્ષાબેન દિલીપભાઈ મકવાણા તે નટુભાઈ (નિવૃત પી.ડબલ્યુ.ડી. ઈલેકટ્રીક)ના ભાભી, તે વિપુલભાઈ, ધવલભાઈ, મીતાબેન (ડોલીબેન), તેજલબેનના માતુશ્રી તે જીતુભાઈ પઢીયાર તથા સુનિલભાઈ સોલંકીના સાસુશ્રી તા.૨૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઈ પી. મકવાણા મો.૯૮૨૪૫ ૮૧૯૧૯, નટુભાઈ પી. મકવાણા મો.૯૩૭૬૪ ૧૧૧૯૯, વિપુલભાઈ ડી. મકવાણા મો.૯૧૩૭૯ ૨૯૭૩૨, ધવલભાઈ ડી. મકવાણા મો.૮૯૦૫૦ ૫૫૫૫૮, મોહીતભાઈ મકવાણા મો.૮૪૬૦૭ ૦૬૫૯૨

મુકતાબેન સોલંકી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા  અ.સૌ. મુકતાબેન તે મુકેશભાઈ (મહેન્દ્રભાઈ) હરીલાલ સોલંકીના ધર્મપત્નિ તથા વિપુલભાઈ (પિન્ટુ), બ્રિજેશભાઈ (ચિન્ટુ)ના માતુશ્રી પ્રફુલભાઈના નાનાભાઈના પત્નિ તે રાજુભાઈ, સ્વ.તરૂણભાઈના ભાભીનું અવસાન તા.૨૮ બુધવારે થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૫૬ ૫૨૯૫૫, મો.૯૦૯૯૩ ૦૦૮૩૭

સુરેશભાઈ કોટક

રાજકોટઃ સ્વ.સુરેશભાઈ દેવરામભાઈ કોટક (ઉ.વ.૫૮)  તે સ્વ.દેવરામભાઈ જીવણભાઈના પુત્ર (રાજપરાવાળા) તે વિનોદરાય, અનંતરાય, છબીલદાસ, નટવરલાલ, વસંતરાય, રાજેષભાઈના ભાઈ તે વિશાલભાઈ, જાનકિબેન, કોમલબેનના પિતા તે બાબુલાલ કાનજી રાજપોપટના જમાઈનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. અ.સૌ.સ્વ.નયનાબેન સુરેશભાઈ કોટક (ઉ.વ.૫૫) તે સ્વ.સુરેશભાઈ દેવરામભાઈ કોટકના ધર્મપત્નિ તે વિશાલભાઈ, જાનકિબેન, કોમલબેનના માતુશ્રી તે બાબુલાલ કાનજી રાજપોપટના પુત્રી તા.૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તા.૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયરપક્ષનું ઉઠમણું સાથે રાખેલ છે. વિશાલ મો.૯૮૨૪૭ ૯૩૨૯૧, ભાવેશભાઈ મો.૯૮૨૪૧ ૮૨૯૭૯, મિલન મો.૭૫૬૭૭ ૧૧૭૭૦, ગિરીશ બાબુલાલ રાજેશભાઈ મો.૮૧૬૦૫ ૨૭૭૦૯

જસુબેન જોષી

રાજકોટઃ વઢવાણા જોષી પરીવારના જસુબેન લાભશંકર જોષી જે દિવ્યેશભાઈ (બાબુલભાઈ) લાભશંકર જોષી તથા શિલાબેન લાભશંકર જોષીના માતુશ્રીનું તા.૨૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલના વર્તમાન સંજોગોને ધ્યાને લઈ તેઓનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે. બાબુલભાઈ જોષી મો.૯૭૧૨૭ ૫૫૮૪૯, શિલાબેન જોષી મો.૯૦૧૬૧ ૬૨૮૧૮

મણીબેન ચાવડા

રાજકોટઃ પોરબંદર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. મણીબેન લાલજીભાઇ ચાવડા (ઉ.વ. ૧૦૦) તે સ્વ. લાલજીભાઇ પોપટભાઇ ચાવડાના પત્નિ તથા જયંતિભાઇ લાલજીભાઇ ચાવડા તથા સ્વ. મનસુખભાઇ તથા કંચનબેન દિનેશભાઇ બગથરિયાના માતુશ્રીનું તા. ર૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૩૦નાં શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયંતિભાઇ લાલજીભાઇ ચાવડા-૯૦૩૩૧ ૯૮૧૪૭,  કિશનભાઇ ચાવડા-૮૮૪૯૪ ૬૮૪૪૧,  કેતન જયંતિભાઇ ચાવડા-૯૯૭૯૪ ૧ર૩૧ર, તેજસ જયંતિભાઇ ચાવડા-૯૯૦૯૯ ૦૯૯૩૭

મિલનકુમાર રાણપરા

રાજકોટઃ ગૌરીદળ નિવાસી સ્વ. સોની દયાળજીભાઇ ચુનીલાલ રાધનપરા જમાઇ તથા સ્વ. વિજયભાઇ અને પંકજભાઇના બનેવી અ. નિ. મિલનકુમાર હરિલાલ રાણપરા (વાઘપરવાળા) નું તા. ર૬ ને સોમવારે રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવારના રોજ ગૌરીદળ મુકામે સાંજે ૪ થી પ વાગે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચિંતનભાઇ-૯૭ર૬પ ૦૭૯૦૯, પ્રવીણભાઇ-૯૯ર૪૧ ૦૮૪૬પ, અનીલભાઇ-૯૭૧ર૧ પ૮૮રર

ભુપેશભાઇ કોટક

રાજકોટઃ ભૂપેશભાઇ કોટક તે સ્વ. છોટાલાલ ભવાનભાઇના સુપુત્ર તથા નલીન, અશોક, શૈલેષ તથા મધુબેન મહેન્દ્રકુમાર સેતા (બાલંભા)ના લઘુબંધુ, ધવલ અને દિપ્તીના પિતાશ્રી તથા સ્વ. કેશવલાલ મગનલાલ કાનાબારના જમાઇ તા. ર૭ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનને લઇને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. નલીનભાઇ કોટક (મોટાભાઇ) ૯૪૦૯૪ ૩૩૧૧પ, ધવલભાઇ કોટક (પુત્ર) ૯૬૮૭૪ ૧૯૭૭૦, જીતેન્દ્રભાઇ કાનાબાર (સાળા) ૯૮૭૯પ પ૮૦રપ

દિનેશભાઇ દેવમુરારી

રાજકોટઃ મેંદરડા નિવાસી દિનેશભાઇ પોપટદાસ દેવમુરારી (ઉ.વ. ૪૮) તા. ર૮ ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. હરસુખભાઇ પોપટદાસ દેવમુરારી મો. ૭૩પ૯૮ પરપ૧૯, રમણીકભાઇ પોપટદાસ દેવમુરારી-મો. ૮૭પ૮૬ પ૭પર૭

જયોત્સનાબેન નિમાવત

રાજકોટઃ બોરીયા નિવાસી સ્વ. જયોત્સનાબેન અરવિંદભાઇ નિમાવત (ઉ.વ. ૬ર) તે હિતેશભાઇનાં મમ્મીનું તા. ર૬-૪-ર૦ર૧ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે તથા ટેલીફોન બેસણું રાખેલ છે. હિતેશભાઇ અરવિંદભાઇ નિમાવત મો. નં. ૮ર૦૦૬ પપ૪૪૦

સ્વાતિબેન ચૌહાણ

રાજકોટઃ વાણંદ સ્વ.મહેશભાઇ ઇન્દુભાઇ ચૌહાણના ધર્મપત્ની સ્વાતિબેન (ઉ.૬૦) તે હિરેન અને કૃણાલના માતુશ્રી તેમજ હિતેષભાઇ ચૌહાણ અને અમિતભાઇ ચૌહાણના ભાભી તેમજ હસમુખભાઇ ગોહેલ તથા ભરતભાઇ ભરતભાઇ ગોહેલના બહેનનું તા.ર૭ ને મંગળવારના અવસાન થયેલ છે.હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઇપણ પ્રકારની લૌકિક ક્રિયા રાખેલ છે જેની સર્વે જ્ઞાતિજનો તેમજ સગા સબંધીએ નોંધ લેવી. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારે રાખેલ છે હિરેનભાઇ (૭પ૬૭૬ ૭પ૧૬૦), કૃણાલભાઇ (૮૪૬૦૧ ૭ર૭૯૧),  હિતેષભાઇ ૯૮ર૪ર ૮૯૦૩૦), અમિતભાઇ-૯૬ર૪૧ ૪૦પ૭પ  હસમુખભાઇ (૯૮૯૮ર ૩૯૭૦ર)

સશીલાબેન બગથરીયા

રાજકોટઃ વાળંદ સુશીલાબેન શંભુભાઇ બગથરીયા તે શંભુભાઇ હીરજીભાઇ બગથરીયાના ધર્મપત્નિ તથા ચેતન, હીરેન, પ્રીતીબેન, પુનમબનના માતુશ્રી તથા મનસુખભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. ભીખુભાઇ, નારણભાઇ હીરજીભાઇ બગથરીયાના ભાભીનં ર૭ ને મંગળવારે અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦, શક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શંભુભાઇ ૯૦૯૯પ ૮ર૧૦૮, નારણભાઇ ૯૪ર૬૭ ૮૩૪૭૮, ચેતન-૯૭ર૬૧ ૪૪૯૯પ, હીરેન-૯૩૭૪ર રપર૮ર,

શારદાબેન રીસ્કા

રાજકોટઃ મુળ જામખંભાળિયા હાલ રાજકોટ નિવાસી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. શારદાબેન કનુભાઈ રીસ્કા (ઉ.વ.૭૪) તે સ્વ.કનુભાઈ અમૃતલાલ રીસ્કાના ધર્મપત્નિ, યોગેશ કનુભાઈ રીસ્કા (સુપ્રિ. કસ્ટમ એન્ડ સેન્ટ્રલ જીએસટી), મનીષ કનુભાઈ રીસ્કા તથા બિંદુબેન કૌશિકકુમાર સાતા (રેલ્વે)ના માતુશ્રી, કૌશિકકુમાર હરિલાલ સાતાના સાસુ, શ્રેયસ, અમોલીના દાદીમા, સ્વ.ધીરજલાલ ભોવાન જીંદાણી (કેશોદ)ના પુત્રીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩૦ને શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ મો.૯૫૩૭૧ ૩૪૫૭૪, મનીષભાઈ મો.૯૮૭૯૮ ૮૧૯૯૨, કૌશિકકુમાર સાતા મો.૭૯૮૪૬ ૬૬૬૫૪

ભારતીબેન અખેણીયા

રાજકોટઃ સોની નરેન્દ્રભાઇ મોતીલાલ અખેણીયાના ધર્મપત્નિ ભારતીબેન તે મોૈલિકભાઇ, સેજલબેન અને વૈશાલીબેનના માતુશ્રી આજે તા. ૨૯/૪ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું કાલે ૩૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લોૈકિક પ્રથા બંધ રાખેલ છે.

દિલીપભાઇ હિરાણી

રાજકોટઃ વાળંદ દિલીપભાઇ દેવજીભાઇ હિરાણી (ઉ.વ.૫૨) તે સ્વ. દેવજીભાઇ ટપુભાઇ હિરાણીના પુત્ર તથા ગિરીશભાઇ, રમેશભાઇના ભાઇ અને જય, રૂપાલી તથા કિંજલના પિતાશ્રીનું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૩૦ના સાંજે ૪ થી ૬ (૯૭૨૬૫ ૩૬૬૨૯, ૯૮૨૫૪ ૯૮૭૩૭) રાખેલ છે.

આનંદભાઇ પંડયા

અમરેલીઃ ચાર્તુવેદી મચ્છુ કાંઠીયા મોઢ બ્રહ્મણ તે આનંદભાઇ (ઉ.૪૭) તે સ્વ. તરલાબેન જગન્નાથભાઇ પંડયા (મુળ વતન એકલેરા) ના પુત્ર તથા કુંજલબેનના પતિ અને ડાયાભાઇ જે જોષીના જમાઇ તેમજ ચંદ્રેશભાઇ, નીતીનભાઇના નાનાભાઇ તથા નિર્મિતના પિતાશ્રી અને અશેષના કાકા, જયદીપભાઇ અને ડો. બ્રિજેશ એ.જોષીના બનેવીનંુ તા.ર૩ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું બંને પક્ષનં તા.ર૯ ના ગુરૂવારે રાખેલ છે. નીતીનભાઇ મો.૭૦૧૬૮ ૯૪૭૦૬ અશેષભાઇ મો.૯૭૭૩ ૦૦૩૮૪

રંજનબેન ત્રિવેદી

અમરેલીઃ ઔદિચ્ય સહસ્ત્ર સાડાચારસો બ્રાહ્મણ મુળ પાડરશીંગા હાલ અમરેલી રંજનબેન નીલેશભાઇ ત્રિવેદી (ઉ.પ૮) તે દયાશંકર એમ. ત્રિવેદીના પુત્રવધુ તથા પ્રદિપભાઇના નાનાભાઇના પત્ની તથા દેવાંગભાઇ મહેતાના સાસુ તથા જયશ્રીબેન કમલેશભાઇના ભાભી તથા હર્ષદભાઇ અને જયેશભાઇના બહેન તથા અંકિતા, બંસરી, માધવભાઇના માતુશ્રીનું તા.ર૬ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે સવારના ૮ થી ૬ રાખેલ છે. જયેશભાઇ મો.૯૯રપર ૧૧૬૧ર, નીલેશભાઇ મો.૯૪ર૮૯ ૭૦પ૬૦

સુશીલાબેન શાહ

રાજકોટઃ વિંછીયા નિવાસી હાલ રાજકોટ સુશીલાબેન શશીકાંતભાઈ શાહ (ઉ.વ.૯૦) તે સ્વ.શશીકાંતભાઈ પ્રેમચંદભાઈ શાહના ધર્મપત્નિ જે નાગપુર નિવાસી મધુસુદનભાઈ તથા કુમારભાઈ ખારાના બહેન કિરણભાઈ (મો.૯૪૨૬૭ ૮૦૦૧૧), ઉદયભાઈ (મો.૯૪૨૬૭ ૮૦૦૩૩), વર્ષાબેન, પ્રજ્ઞાબેન તથા કલ્પનાબેનના માતુશ્રી, ધવલભાઈ (મો.૯૪૨૭૪ ૩૬૦૩૬), મીતભાઈ (મો.૯૬૩૮૮ ૮૮૪૦૮), શ્રેયાંસભાઈ તથા વિરાલીબેનનાં દાદીમાંનું તા.૨૭ના રોજ દેહ પરિવર્તન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઝરણા રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા ઝરણા (દિશા) યજ્ઞેશ રાઠોડ (ઉ.વ.૩૩) તે યજ્ઞેશ મુકેશભાઈ રાઠોડના ધર્મપત્નિ તા.૨૭ મંગળવારના રોજ અક્ષરવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા રાખેલ નહીં. યજ્ઞેશ મુકેશભાઈ રાઠોડ મો.૮૧૪૦૫ ૯૯૯૯૧, મુકેશભાઈ પ્રાણલાલ રાઠોડ મો.૯૮૨૪૮ ૧૧૩૫૭, નરેન્દ્રભાઈ નાગજીભાઈ ચોટલીયા મો.૮૧૬૦૪ ૪૧૩૪૦

હેમાલીબેન દેસાણી

રાજકોટઃ સ્વ.હેમાલીબેન રાજેશભાઈ દેસાણી (ઉ.વ.૩૬) તેઓ રાજેશભાઈ દેસાણીના ધર્મપત્નિ તથા સ્વ.વિષ્ણુદાસ દેસાણીના પુત્રવધુનું દુઃખદ અવસાન તા.૨૬ સોમવારના રોજ થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવાર, સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

જાગૃતીબેન વાજા

ખંભાળીયાઃ સ્વ.ભગવાનજી મનજીભાઇ વાજાનાં પુત્રી જાગૃતીબેન (ઉ.વ.૪૬) તે હસમુખભાઇ તથા રાકેશભાઇના બેન તેમજ મુળજી મનજી વાગની ભત્રીજી તા.૨૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઇ મો.૯૮૨૪૫૪૫૮૩૨, ૯૪૨૮૮ ૧૭૧૩૮, રાકેશભાઇ મો.૯૬૦૧૩ ૫૧૦૨૪

વર્ષાબેન વિંધાણી

રાજકોટઃ જયંતિભાઈના નાનાભાઈ વલ્લભભાઈ વાલજીભાઈ વિંધાણીના ધર્મપત્નિ વર્ષાબેન વલ્લભભાઈ વિંધાણી (ઉ.વ.૬૩) તે રતિલાલભાઈના ભાભી તથા દિલીપભાઈ (લાલો), રીટાબેન, સોનીબેન, આરતીબેનના માતુશ્રી તથા હકાભાઈ પાટડીયા લુણસરિયાવાળાના બેન તા.૨૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સમયમાં મહામારી સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયંતિભાઈ મો.૯૯૧૩૨ ૧૪૮૬૪, વલ્લભાઈ મો.૮૧૪૧૧ ૯૯૬૩૪,  રતિલાલભાઈ મો.૯૯૧૩૧ ૪૧૪૭૦,  જગદિશ મો.૯૯૭૮૩ ૭૩૧૧૬, દિલીપ (લાલો) મો.૯૭૨૩૧ ૩૧૨૭૦

જીતેશભાઈ વાગડીયા

રાજકોટઃ સોની જીતેશભાઈ કાલિદાસભાઈ વાગડીયા (ઉ.વ.૫૪) તે ગૌ.વા.કાલિદાસભાઈ હરજીવનદાસ વાગડીયાના પુત્ર (પીટી મોરબીવાળા) તે જયંતીભાઈ, ભરતભાઈ, નવીનભાઈ, કિશોરભાઈના નાનાભાઈ તથા કોમલબેન, માધુરીબેન, રિતિકના પિતા તથા અ.નિ. અનિલભાઈ અમૃતભાઈ રાણપરા (અમૃત જવેલર્સ)ના જમાઈ અશ્વિનભાઈ તથા સુનિલભાઈના બનેવી તા.૨૬ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. ભરતભાઈ મો.૮૮૬૬૨ ૨૦૪૭૬, નવિનભાઈ મો.૮૧૪૧૧ ૩૭૭૪૯, નિલેશભાઈ મો.૯૮૨૫૯ ૭૬૦૬૦, ધર્મેશભાઈ મો.૯૯૨૫૫ ૨૯૧૦૧, રવિકાંત મો.૮૬૯૦૦ ૫૪૬૦૦, પિયર પક્ષ અશ્વિનભાઈ મો.૭૮૭૮૭ ૮૭૦૦૦, સુનિલભાઈ મો.૮૫૧૧૧ ૧૧૦૧૧, રાજેશભાઈ મો.૯૪૦૯૭ ૪૨૩૯૩

જશુબેન ટાંક

રાજકોટઃ ગુ.ક્ષ. કડિયા સ્વ.જશુબેન હીરાલાલ ટાંક (ઉ.વ.૮૭) તે ભાવનાબેન (લત્તાબેન)  દિનેશભાઈ સોલંકી, પલ્લવીબેન જયંતભાઈ કાપડીયા, કુમુદબેન અતુલભાઈ ટાંક, સુરેશભાઈ હીરાલાલ ટાંકના માતા. પ્રજ્ઞાબેન સુરેશભાઈ ટાંકના સાસુનું તા.૨૮ના બુધવારે અક્ષરનિવાસ થયેલ  છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મો.નં. ૯૭૨૩૯ ૮૨૦૭૫ પર રાખેલ છે.

ચેતન ભાલારા

રાજકોટઃ સરપદડવાળા ભગવાનજીભાઈ જીવરાજભાઈ ભાલારાનાં પુત્ર તેમજ હિતેષભાઈના નાનાભાઈ, નિલેષભાઈનાં મોટાભાઈ તથા અરડોઈવાળા કિશોરભાઈ પ્રભુભાઈ કથ્રેચાના મોટા જમાઈ અને આયુષના પિતા ચેતન ભગવાનજીભાઈ ભાલારા (એમ.પી.દોશી ઉ.મા. વિદ્યાલયનાં શિક્ષક)નું તા.૨૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના રોજ રાખેલ છે. સાંજે ૪ થી ૬ હિતેષભાઈ મો.૯૦૯૯૪ ૮૮૬૪૧, નિલેષભાઈ મો.૯૭૨૩૯ ૩૭૯૧૭, હર્ષાબેન મો.૭૦૪૬૩ ૮૮૩૭૫

ચંદ્રિકાબેન શાહ

ગોંડલ : સ્વ. જશવંતરાય જયંતિલાલ શાહના પત્ની ચંદ્રીકાબેન તે મિનેષભાઇ, વિશાલભાઇ, ડીમ્પલબેન અમીતભાઇ શેઠ (જૂનાગઢ) તથા સિમ્પલબેનના માતુશ્રીનું તા. ૨૭ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૩૫૯૫ ૮૨૭૩૦, મો. ૯૯૨૪૮ ૮૫૦૨૩

ઉષાબેન ભટ્ટ

ગોંડલઃ ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના મુળ ગોંડલ ઉષાબેન કનૈયાલાલ ભટ્ટ (ઉ.૭૬) તે સ્વ. કનૈયાલાલ વૃજલાલ ભટ્ટના પત્ની સ્વ.અલ્કેશભાઇ, કાશ્મીરાબેન (નાશિક) ફાલ્ગુનીબેન (ગોંડલ) પારૂલબેન (અમરેલી) ના માતુશ્રી તથા ધીરેનભાઇ, પરેશભાઇ, જયેશભાઇના સાસુનું તા.ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઇ-૯૮૭૯૩ ૮૮૧૭૪, ફાલ્ગુનીબેન-પપ૦૮૬ ૯૯૭૯૭

મહેન્દ્રસિંહ વાઘેલા

ગોંડલઃ મહેન્દ્રસિંહ રવુભા વાઘેલા તે રવુભા પ્રતાપસિંહ વાઘેલાના પુત્ર તથા ઋષિરાજસિંહના પિતાશ્રી, સ્વ.પ્રભાસિંહ, સ્વ. હેમેન્દ્રસિંહ, યશવંતસિંહ, રઘુવીરસિંહ તથા ઘનશ્યામસિંહ ભત્રીજા, અજયસિંહ, શૈલેન્દ્રસિંહ,  દિવ્યરાજસિંહ, રાજેન્દ્રસિંહ, ગીરીરાજસિંહ તથા જયદીપસિંહના મોટાભાઇનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રેખાબેન પંડયા

કોડીનારઃ છારિયા બ્રાહ્મણ રેખાબેન ત્રંબકલાલ પંડયા (ઉ.પ૩) તે વિષ્ણુભાઇ અને આશિષભાઇના બેન તથા પ્રવિણભાઇ, કેયુરભાઇ અને વંદનાબેનના ફઇનું તા. ર૮ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું રાખેલ છે.

નિલેશભાઇ સેજપરા

ઉપલેટાઃ સ્વ.શશીકાંતભાઇ ધરમશીભાઇ સેજપરા (ડી.કે. ગોલ્ડન આર્ટવાળા)ના પૂત્ર નિલેશભાઇ (ઉ.પ૮) તે અશ્વિનભાઇના મોટાભાઇ તથા દર્શિતભાઇના પિતાશ્રી અને ગર્વિશભાઇ, ઇશીતાબેનના બાપુજી તથા હિયાના દાદાનું તા.ર૭ મંગળવારે અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું રાખેલ છે.મો.૯૮૯૮૧ ર૬૧૦૮, મો.૯૪ર૮૭ ૦૧રપ૦

માધવજીભાઇ પાઠક

પોરબંદરઃ જગદીશ અબોટી બ્રાહ્મણ પોરબંદર નિવાસી સ્વ. માધવજીભાઇ નાથાલાલ પાઠક (ઉ.૭૦) (નિવૃત શિક્ષક બાલગામ(ઘેડ) જે પ્રફુલભાઇ, નરેન્દરભાઇ તથા અભિષેકભાઇના પિતાશ્રી તથા મંજુબેન, જશુબેન, ભરતભાઇ, રસિકભાઇ તથા દીપકભાઇના ભાઇ તથા મનસુખભાઇ, રસીકભાઇ તથા દિલીપભાઇના બનેવીનું તા.ર૬ ના અવસાન થયેલ છે.  ટેલિફોનીક બેસણં રાખેલ છે પ્રફુલભાઇ -૯૪ર૮૪ ૩૯૮૦ર, ૯૯૦૯૯ ૮૯૬૪૪,, નરેન્દ્રભાઇ-૯૯રપપ ૧૬પ૬૦, અભિષેકભાઇ-૯૭૧ર૬ ૪૧૧પર

જગદીશચંદ્ર જોષી

રાજકોટ : ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજ રૂપાવટી, જગદીશચંદ્ર વ્રજલાલ જોષી (ઉ.૭૨) તે સ્વ. વ્રજલાલ મોહનલાલ જોષીના પુત્ર હસમુખભાઇ (અમરેલી), ગોપાલભાઇ (કોવાયા), રમેશચંદ્ર (રૂપાવટી), વિનોદરાય (રાજકોટ), રંજનબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી (અમદાવાદ)ના ભાઇનું તા. ૨૬ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ૩૦ને શુક્રવારે સવારના ૧૦ થી ૫ રાખેલ છે. જીજ્ઞેશભાઇ ૯૯૨૪૭ ૬૭૪૬૫, રમેશભાઇ ૯૯૨૪૭ ૪૨૭૨૭.

મુકેશભાઇ ભુવા

રાજકોટ : સોની વલ્લભભાઇ કાનજીભાઇ ભુવાના પુત્ર મુકેશભાઇ (ઉ.૪૬) તે શ્લોકના પિતા તેમજ હિતેશભાઇ, મિન્ટુભાઇના ભાઇનું તા. ૨૭ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૬૬૪૮ ૭૦૪૯૭ / ૮૧૪૧૬ ૫૭૩૮૩

ઉર્મિલાબેન ઠાકર

મોરબીઃ ઉર્મિલાબેન ઇશ્વરભાઇ ઠાકર તે સ્વ.ઇશ્વરભાઇ હરજીવનભાઇ ઠાકરના પત્ની તથા સનતભાઇ, મુકેશભાઇ, નીતીનભાઇના માતા તેમજ રૂષિત મુકેશભાઇ ઠાકરના દાદીમાંનુ તા.ર૮ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભારતીબેન શાહ

ગોંડલઃ ભારતીબેન પ્રભુલાલ શાહ (ઉ.૭૦) તે સ્વ. પ્રભુલાલ વીરચંદ શાહના પુત્રી તથા સ્વ. પ્રફુલચંદ્ર પ્રભુલાલ શાહ (જી.ઇ.બી.)ના બહેન અને મેઘા, ચિંતન, વિશાખાના ફઇનુ તા.ર૬ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને સવારે ૯ થી ૪ રાખેલ છે.

લાભુબેન વ્યાસ

ગોંડલ : લાભુબેન રમેશભાઇ વ્યાસ (ઉં.૬૮)તે ભરતભાઇ, નયનભાઇ, પરેશભાઇ, સંજયભાઇ તથા હર્ષદભાઇના માતા તેમજ હેમલભાઇ, પ્રણામભાઇ તથા અમિતભાઇના દાદીનું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૪૭ ૭૪૦૦૩

દક્ષાબેન સોલંકી

ઉપલેટા : રાજકોટ નિવાસી દક્ષાબેન ધર્મેશભાઇ સોલંકી તે હિતેશભાઇના ભાભી તા. ૨૭ને મંગળવારે અવસાન પામ્યા છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે ૪ થી ૬ મો. ૯૬૨૪૮ ૯૬૪૧૯ તથા ૯૯૨૫૯ ૧૩૦૨૪ ઉપર રાખેલ છે.

વિજયભાઇ ટાંક

ગોંડલ : વિજયભાઇ કાનજીભાઇ ટાંક તે કાનજીભાઇ પોપટભાઇ ટાંકના પુત્ર તેમજ કોમલબેનના પતિ, સંકેત અને નેહલના પિતા તેમજ જયેશભાઇ અને જીજ્ઞેશભાઇના ભાઇ તેમજ ચમનલાલ ધીરજલાલ બોરીચા (ખંઢેરા)વાળાના જમાઇનું તા. ૨૬ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે મો. ૯૮૨૪૨ ૦૧૭૩૨, ૯૫૭૪૯ ૭૮૧૪૮, ૯૭૧૨૬ ૦૧૨૫૦, ૯૭૧૪૦ ૩૬૧૮૬

અમૃતલાલભાઇ પંડયા

ગોંડલ : ઔદિચ્ય ગોહિલ વાડી ઘેલા રામજી બ્રાહ્મણ સ્વ. અમૃતલાલ બેચરલાલ પંડયા તે બાલાશંકર, ગિરજાશંકર, નરેન્દ્રભાઇ તથા પુષ્પાબેન દિલીપકુમાર ભટ્ટ (પડધરી)ના ભાઇ તેમજ વીણાબેનના પતિ તથા છોડવડીના જમાઇ અને દક્ષાબેન ભરતકુમાર પંડયા તથા પ્રીતિબેન મનોજકુમાર પિત્રોડા તેમજ ઋષિકેશ અને કૌશિકના પિતાનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે.

જગદીશસિંહ જાડેજા

ગોંડલ : જગદીશસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૪૨) તે અનિરૂધ્ધસિંહ, હરદેવસિંહ તથા વિક્રમસિંહના ભાઇનું તા. ૨૭ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખભાઇ કાંજીયા રંજનબેન કાંજીયા

મોરબી : હસમુખભાઇ મોહનભાઇ કાંજીયા (ઉ.૬૬) અને રંજનબેન હસમુખભાઇ કાંજીયા (ઉ.૫૯) એમ બંને પતિ-પત્ની તે સૌરાષ્ટ્ર હેરવાળા રાજેશભાઇના નાના ભાઇ - ભાભી  તેમજ બટુકભાઇ અને રમેશભાઇના મોટા ભાઇ - ભાભી તેમજ જીતેશ અને પ્રકાશ, અલકાબેનના મમ્મી - પપ્પા તેમજ મુકેશ ભાઇ ધીરૂભાઇ રાવરાણીના સાસુ - સસરાનું અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાવનાબેન મહેતા

મોરબી : ભાવનાબેન ક્રિપાશંકર મહેતા (એડવોકેટ) તે સ્વ. ક્રિપાશંકર મહેતા અને ભાગીરથીબેન મહેતાના દીકરી તથા રાજેશભાઇ મહેતા (મોરબી), જ્યોતિબેન મહેતાના બેનનું તા. ૨૪ના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રાજેશભાઇ કડેચા

ઉપલેટા : સોની રાજેશભાઇ ટપુભાઇ કડેચા (સુવર્ણ ભેળ એન્ડ પાઉંભાજી)વાળા (ઉ.૫૮) તે રૂપેશભાઇ, રાકેશભાઇ તથા નિકુંજભાઇના કાકા અને નયનભાઇ તથા પ્રિયાંકભાઇના પિતાનું તા. ૨૮ના બુધવારે અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે ૪ થી ૬ મો. ૯૪૨૯૩ ૭૪૯૯૪ તથા ૯૦૩૩૪ ૩૪૫૦૦ ઉપર રાખેલ છે.

હિતેન્દ્રભાઈ ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ મુળ રાજસમઢિયાળા હાલ રાજકોટ સ્વ.ભાનુપ્રસાદ ભોળાશંકર ભટ્ટના પુત્ર હિતેન્દ્રભાઈ નિવૃત્ત શિક્ષક) તે દર્પણભાઈ, દીપભાઈના પિતાશ્રી તે નરેન્દ્રભાઈ, સ્વ.દિલીપભાઈ, સ્વ.વિરેન્દ્રભાઈના લઘુબંધુ તે મનાલીબેન (બકુલબેન) નિશીથભાઈ ભટ્ટના વડિલબંધુ તે સ્વ.દોલતરાય શાંતિલાલ મહેતા (જામજોધપુર)નાં જમાઈ તે મહેશભાઈ અને દીપકભાઈના બનેવીનું તા.૨૮ના રોજ અવસાન થયું છે, સદગતનું બન્ને પક્ષનું ટેલિફોનિક બેસણું તા.૩૦ને શુવારે સાંજે ૪થી ૬ નરેન્દ્રભાઈ ૯૪૦૯૦ ૧૩૫૫૩, દર્પણભાઈ ૯૫૫૮૧ ૫૫૫૯૧, દીપભાઈ ૯૫૫૮૧ ૫૩૩૩૫, ભૌમિકભાઈ ૮૧૪૧૮ ૨૭૨૮૬, મહેશભાઈ ૯૭૨૫૭ ૫૭૯૪૩, દીપકભાઈ ૯૪૨૭૪ ૧૧૦૭૦

વિનોદીનીબેન શુકલ

રાજકોટઃ ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વિનોદિનીબેન બાલમુકુંદ શુકલ (ઉ.વ.૮૫) (આર્ય સમાજ, જામનગર), જે ભગીરથ, સ્વ.ભાવના અને આશિષ (માતૃ ગ્રુપ, રાજકોટ)ના માતુશ્રી, તે છગનલાલ રેવાશંકર ઠાકરના પુત્રીનું અવસાન તા.૧૯ સોમવારના રોજ થયેલ છે.

ચંદ્રકાંતભાઈ પાટડીયા

રાજકોટઃ સોની સ્વ.ગોરધનદાસ કેશવજી પાટડીયાના પુત્ર ચંદ્રકાંતભાઈ ગોરધનદાસ પાટડીયા (ઉ.વ.૮૦) તે જીજ્ઞેશ (ગોપાલ), હિના ચેતનકુમાર ભારભાયા તથા રશ્મી ગીરીશકુમાાર પારેખના પિતાશ્રી તથા સ્વ.જમનાદાસ મોહનલાલ પારેખના જમાઈ, ધીરજલાલના બનેવીનું તા.૨૮ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે.

દિનકરભાઈ રાવલ

રાજકોટઃ દિનકરભાઈ લાભશંકરભાઈ રાવલ તે પરેશભાઈ રાવલના પિતાશ્રીનું તા.૨૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પરેશભાઈ મો.૭૦૪૩૦ ૩૩૫૬૦

ગીતાબેન પંચાસરા

રાજકોટઃ વેરાવળ વાસી હાલ રાજકોટ ધીરૂભાઈ પ્રભુદાસભાઈ પંચાસરાનાં ધર્મપત્નિ ગીતાબેન ધીરૂભાઈ પંચાસરા તે રિમ્પલ રેનીશકુમાર વડગામા, રોહિલા અલ્કેશકુમાર મહેતા, રીનલ સંજયકુમાર ભાલારા, અનુ રોહિતકુમાર રાઠોડનાં માતાનું તા.૨૮નાં અવસાન પામ્યા છે. ટેલીફોનીક  બેસણું તા.૩૦ શુક્રવારનાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ છે. રીનલ સંજય ભાલારા મો.૯૯૦૪૨ ૫૩૮૯૧, રોહિલા અલ્કેશ મહેતા મો.૯૯૦૯૯ ૯૮૧૭૮

મધુબેન સોલંકી

રાજકોટઃ સ્વ.ખાંટ મધુબેન ભનુભાઈ સોલંકી (ઉ.વ.૬૦) તે ભનુભાઈ, ઘુસાભાઈ સોલંકીના ધર્મપત્નિ તથા લખનભાઈ ભનુભાઈ અને ધર્મેશભાઈ ભનુભાઈના માતુશ્રી તા.૨૮ને બુધવારે રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. લખનભાઈ ભનુભાઈ સોલંકી મો.૭૫૬૭૭ ૧૧૩૯૭, મો.૭૪૩૪૦ ૯૬૫૬૨, સરનામું- નવલનગર- ૯, મેલડીમાંના મંદિરની બાજુમાં, દિલખુશ ચોક.

રાજેન્દ્રસિંહ રાણા

જેતપુર : મુળ ભેંસ જાળવાળા રાજેન્દ્રસિંહ અણદુભા રાણા (ઉ.૬૬) તે પંચમસિંહના લઘુબંધુ ત્થા પરાક્રમસિંહ, મહેન્દ્રસિંહ, સ્વ. ધર્મેન્દ્રસિંહના વડીલબંધુ તેમજ જયવીરસિંહના પિતાશ્રીનું  તા. ર૬ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નીલમબેન સોની

જેતપુર : સોની બાદાસ (બટુકભાઇ) મુળજીભાઇ ધીણોજાના પત્ની નીલમબેન (ઉ.વ.૬૮) તે રાકેશભાઇ, ગીતાબેન, રીટાબેન, ભાવનાબેનના માતુશ્રી મહેશભાઇ, હિતેશભાઇના કાકીનું તા. ર૬ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૯ ગુરૂવારે રાખેલ છે.

લક્ષ્મણદાસ લાલવાણી

જેતપુર : ભાવનદાસ મેઘોમલ લાલવાણીના પુત્ર લક્ષ્મણદાસ તે મહેન્દ્રભાઇ, ભરતભાઇના ભાઇ તથા પિયુષના પિતાશ્રીનું તા. ર૬ ના અવસાન થયેલ છે.

ખોડીદાસભાઇ માંડવીયા

જેતપુર : ખોડીદાસભાઇ જીવરાજભાઇ માંડવીયા (ઉ.વ.૮ર) તે દિલીપભાઇ (મુન્નાભાઇ) સ્વ. નિલેશભાઇ, સ્વ. નવનીતભાઇ, મહેશભાઇ (ટીંકુ)ના પિતાશ્રીનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાવનાબેન ડોડીયા

રાજકોટઃ નિવાસી વિજયભાઇ ગગજીભાઇ ડોડીયાનાં ધર્મપત્નિ તથા રચનાબેન, પૂનમબેન, ચાર્મીબેન તથા હર્ષનાં માતુશ્રી ભાવનાબેન વિજયભાઇ ડોડીયા (ઉ.વ. પપ) તા. ર૮નાં બુધવારે સ્વર્ગવાસ પામેલ છે. હાલની કોરોનાં મહામારી ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા. ૩૦નાં શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા સદંતર બંધ રાખેલ છે. ૯૪ર૬૦ પ૧૯૬૭, ૬૩પ૧૧ ૭૯પ૭૪, ૯૭ર૭૦ ૭૭પ૯૧

હિતેષભાઇ આમરણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર હિતેષભાઇ જેન્તીભાઇ આમરણીયા (હેપ્પી ઇન્ડસ્ટ્રીઝ) જે જેન્તીભાઇ અમરશીભાઇ આમરણીયા તથા પ્રભાબેન જેન્તીભાઇ આમરણીયાના પુત્ર તેમજ હિતેન્દ્રભાઇ (મન્ટુભાઇ) અને ભારતીબેનના મોટાભાઇનું તા. ર૮ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭ર૪૦ ૦પ૦૦પ

ભગવાનજીભાઇ સોલંકી

રાજકોટઃ સોરઠીયા દરજી ભગવાનજીભાઇ વલભદાસ સોલંકી (રીટાયર્ડ ગર્વ. પ્રેસ) તે મનીષભાઇ, મીતાબેન, સીમાબેન, પ્રીતીબેનના પિતાશ્રી તે જગદીશભાઇ, પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, રમેશભાઇના મોટાભાઇનું તા. ર૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનીષ સોલંકી ૯૦૧૬ર ૭૩ર૩૦, માધવ સોલંકી ૮૮૬૬૭ ૩૬ર૬૧

અરૂણભાઇ પંડીત

રાજકોટઃ શ્રી માલતીબેનના પતિ, શ્રી બાલમુકુંદભાઇ તથા શ્રી પ્રિતીબેનના પિતા તથા શ્રી નિમિષાબેનના સસરા, શ્રી અરૂણભાઇ વજેશંકર પંડિત, રાજકોટ નિવાસીનું દુઃખદ અવસાન તા. ર૭ મંગળવારના રોજ થયેલ છે. કોરોના વાયરસના પગલે તા. ૩૦ શુક્રવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ કલાકે માત્ર ટેલિફોનિક બેસણું (મો. ૯૮ર૪ર ૪૭૦૦૧) રાખેલ છે.

દિપકકુમાર કોટક

રાજકોટઃ શ્રી દિપકકુમાર કાંતીલાલ કોટક તે સ્વ. કાંતીલાલ હિરાચંદ કોટકનાં પુત્ર તે સુરેશભાઇ, સ્વ. અનીલભાઇ તેમજ મનોજભાઇ કોટકનાં ભાઇ તે આશીષ કોટક (પંજાબ નેશનલ બેન્ક)નાં પિતાશ્રી તે સ્વ. ઠા. આણંદજી જાદવજી ભીંડોરાના જમાઇનું તા. ર૭નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની મહામારીને લીધે લૌકિક વહેવાર બંધ રાખેલ છે. ૯૮૯૮૬ ૦૯૦પ૪-આશીષભાઇ

રંજનબેન વાઘોડીયા

ગોંડલઃ રંજનબેન જેન્તીભાઈ વાઘોડીયા (ઉ.વ. ૫૫)નું અવસાન થયેલ છે. લૌકીકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૨૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જેન્તીભાઈ મો. ૯૫૮૬૪ ૮૫૩૩૯, સાગરભાઈ ૯૮૨૪૪ ૦૨૫૦૧, નિરવકુમાર મો. ૯૮૨૫૮ ૪૬૯૭૭, નવનીતભાઈ મો. ૭૯૯૦૩ ૩૮૫૮૧, અશ્વિનભાઈ ૯૯૭૯૧ ૯૯૧૬૪, દિપકભાઈ મો. ૯૭૨૬૩ ૫૬૮૦૦, ચંદ્રેશભાઈ મો. ૮૯૮૦૭ ૮૪૫૫૪, ચેતનકુમાર મો. ૭૯૯૯૯ ૯૭૯૨૩

જેન્તીભાઈ વાઘેલા

રાજકોટઃ જેન્તીભાઈ દેવજીભાઈ વાઘેલા તે દેવજીભાઈ ટપુભાઈ વાઘેલા કંકાશવાળાના પુત્ર તથા નરેન્દ્રભાઈ તથા તુલસીભાઈના ભાઈનું તા. ૨૮ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨૯ના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. દેવજીભાઈ મો. ૯૯૭૮૫ ૬૧૦૫૦, નરેન્દ્રભાઈ મો. ૯૮૨૪૮ ૮૯૬૫૯, તુલસીભાઈ મો. ૯૯૦૪૦ ૮૪૩૬૮

રમાબેન રંગપરા

રાજકોટઃ રમાબેન લક્ષ્મણભાઈ રંગપરા (ઉ.વ. ૮૨) તે જયંતિભાઈ, સ્વ. બીપીનભાઈ, સુરેશભાઈ અને સંજયભાઈના પૂજ્ય માતુશ્રીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. જયંતિભાઈ મો. ૯૨૭૬૯ ૦૮૮૫૧, સુરેશભાઈ મો., ૯૮૭૯૦ ૭૭૫૫૩, સંજયભાઈ મો. ૯૮૯૮૯ ૩૨૦૦૭

રમેશભાઈ કારીયા

રાજકોટઃ રમેશભાઈ નાથાલાલ કારીયા તે દિવ્યેશભાઈ રમેશભાઈ કારીયા તથા કેતનભાઈ રમેશભાઈ કારીયા તથા હિનાબેન પ્રફુલભાઈ કોટકના પિતા પ્રફુલભાઈ રમણીકલાલ કોટકના સસરાનું તા. ૨૮ના અવસાન થયેલ છે. તમામ પ્રકારની લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોન બેસણુ તા. ૨૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિવ્યેશભાઈ મો. ૯૮૭૯૩ ૨૧૪૮૧ તથા કેતનભાઈ મો. ૯૬૨૪૩ ૭૨૪૬૦ છે.

કાન્તાબા નિમ્બાર્ક

દામનગરઃ કાન્તાબા નારણદાસ નિમ્બાર્ક (ઉ.વ. ૮૭) તે નારણદાસબાપુના ધર્મપત્નિ તથા હસુભાઈ ભાવનગર તથા જગદીશભાઈ (જીઈબી) તથા નરેશભાઈ સુરત તથા અનસુયાબેન-અમરેલી તથા અન્નપૂર્ણાબેન જાળીયા તથા દમયંતીબેન-દામનગર પ્રાથમિક શાળા શિક્ષકના માતુશ્રી તા. ૨૮ને બુધવારના રોજ શ્રી સાકેતધામ પહોંચેલ છે. ટેલીફોનિક શોકસંદેશ તા. ૨૯ ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૬ રાખેલ છે. હસુભાઈ મો. ૯૪૨૭૫ ૫૯૯૪૮, જગદીશભાઈ મો. ૯૮૯૮૩ ૨૨૩૭૯, નિત્યાનંદભાઈ મો. ૯૭૨૩૭ ૨૩૦૨૮   

મનિષકુમાર કોઠારી

રાજકોટઃ નિવાસી પ્રફુલભાઈ બાબુલાલ કોઠારી (જીઈબી વાળા)ના પુત્ર મનિષકુમાર (ઉ.વ.૪૯) રોયલ ઓપ્ટીકલ્સવાળા તે વૈશાલીબેનના પતિ, અક્ષિત તથા પુજાના પિતા, ગોંડલ નિવાસી હાલ બગસરા તુલસી ઓપ્ટીકલ્સ વાળા કિશોરભાઈ કોઠારી તથા મધુબેનના જમાઈ તથા સ્વ.જીજ્ઞેશભાઈ તથા સંદીપભાઈના બનેવી તા.૨૮ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અક્ષિતભાઈ મો.૯૪૨૮૭ ૯૦૦૨૯, સંદીપભાઈ મો.૯૪૨૮૮ ૯૪૬૭૮

મીનાબેન સોલંકી

રાજકોટઃ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના અ.નિ.મીનાબેન સોલંકી (ઉ.વ.૭૦) તે અ.નિ.યશવંતલાલ કેશવલાલ સોલંકીના ધર્મપત્નિ, અતુલ સોલંકી પી.જી.વી.સી.એલ.  તેમજ વિમલ સોલંકીના માતુશ્રીનું તા.૨૭ના મંગળવારના રોજ અક્ષરધામ ગમન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ ૪ થી ૬ અતુલભાઈ મો.૯૪૨૬૨ ૮૮૯૦૧, વિમલ મો.૯૨૨૮૫ ૨૧૭૮૩, અમીત મો.૯૮૨૫૭ ૮૦૩૦૫, રાજુભાઈ મો.૯૮૭૯૦ ૮૧૮૮૪, રમેશભાઈ મો.૯૫૭૪૦ ૮૯૦૫૭

પ્રફુલભાઈ રોધેલીયા

રાજકોટઃ પ્રફુલભાઈ છગનભાઈ રોધેલિયા (ઉ.વ.૬૯) તે અલ્કેશભાઈ, પાયલબેનના પિતાશ્રી, શિલ્પાબેનના સસરા, હિતેન, ઉર્વીશાના દાદા તથા મહેન્દ્રકુમારના સસરા તથા રવિ, એન્જલ, ક્રિષ્નાના નાના શ્રીજીચરણ પામ્યા છે. એમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૭૧૪૦ ૩૬૬૮૨, મો.૮૮૪૯૭ ૯૬૨૫૦ પર રાખેલ છે.

નીતિનકુમાર લખતરીયા

સરધારઃ નીતિનકુમાર ઝવેરચંદ લખતરીયા (ઉ.વ. ૫૭) તે સ્વ. કિરીટભાઈના મોટાભાઈ, તે અંકુરભાઈના પિતાશ્રી તથા તે મોનીક તથા બ્રિજેશના ભાઈજી, ઈન્દુબેન માંડલિયા, વર્ષાબેન માંડલિયા, રેખાબેન પારેખના મોટાભાઈ તથા તે નાથાભાઈ સાહોલિયાના જમાઈનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સરધાર રાખેલ છે. અંકુરભાઈ મો. ૯૯૧૩૬ ૭૭૭૧૫, મોનીકભાઈ મો. ૯૭૨૬૪ ૭૨૨૧૪, બ્રિજેશભાઈ મો. ૯૯૨૫૩ ૭૨૨૧૪ 

જયાબા ગોહીલ

રાજકોટ : મું. (જશપરા) (માંડવા) હાલ રાજકોટ સ્વ.ગોહીલ જયાબા ઘનશ્યામસિંહ તે ઘનશ્યામસિંહના ધર્મપત્નિ, અશ્વિનસિંહના માતુશ્રી, આર્યરાજસિંહ તથા ભાગ્યરાજસિંહના દાદીમાનું તા. ૨૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૩૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશ્વિનસિંહ - મો.૭૫૬૭૧ ૯૯૯૮૫, ઘનશ્યામસિંહ - મો.૯૯૦૪૯ ૨૮૧૩૪.

માધવજીભાઈ કથીરીયા

રાજકોટ : માધવજીભાઈ લાલજીભાઈ કથીરીયાનું તા.૨૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. નિકુંજભાઈ કથીરીયા - મો. ૯૯૨૪૮ ૬૨૧૧૪ ટેલીફોનિક બેસણું રાખેલ છે.

હંસાબેન મોદી

રાજકોટ : સ્વ.હંસાબેન શાંતિલાલ મોદી તે સ્વ.શાંતિલાલ પોપટલાલ મોદીના ધર્મપત્નિ તેમજ સ્વ.કાંતિલાલ જાદવજી ઓંધીયાના પુત્રી, કીરીટભાઈ શાંતિલાલ ઓંધીયાના બહેન તથા શિલ્પા - જીજ્ઞેશ, દિપકના માતુશ્રીનું તા.૨૭ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૨૯ના ગુરૂવારના રાખેલ છે. દિપક શાંતિલાલ મોદી - ૮૭૯૨૨૩૦૩૧૫, કિરીટભાઈ કાંતિલાલ ઓંધીયા - ૮૭૮૦૨ ૩૬૦૪૮.

સુરેશભાઈ દોશી

રાજકોટ : સ્વ.સુરેશભાઈ હરિલાલ દોશી બીલખા નિવાસી તેઓ હરીભાઈ રામજીભાઈ દોશીના પુત્ર, સુરેશભાઈ હાલ રાજકોટ જે કિશોરભાઈ, રોહિતભાઈ, વિનયભાઈ (મુંબઈ) અને ગીતાબેન હરેશભાઈ દોશી (ઈન્દોર)ના મોટાભાઈ તેમજ અભયભાઈ (મો.૯૪૨૬૭ ૮૦૯૮૯), આશિષ (ટીકુ) (મો.૯૮૭૯૦ ૪૨૪૦૧) તથા આરતી નિપુલ પાટલીયા (દુબઈ)ના પિતાશ્રી તેમજ દિપાલી, ઈશા તથા નિપુલ સુભાષભાઈ પાટલીયાના સસરાજી તેમજ મનસુખલાલ સવચંદ બાટવીયા (જૂનાગઢ)ના જમાઈનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

સુરેશભાઈ કોટક

રાજકોટ : સ્વ.સુરેશભાઈ વાઘજીભાઈ કોટક, તે જયોત્સનાબેનના પતિ તેમજ પોસ્ટલ કર્મચારી વી.વી. કોટકના પુત્ર તેમજ ભુપેન્દ્રભાઈ તથા કિશોરભાઈ ભત્રીજા તેમજ ગીરીશભાઈ અને પૂજાબેન કારીયાના મોટાભાઈ તેમજ સાગર અને કિશનના પિતાશ્રી તા.૨૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૩૦ના શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક રીવાજો બંધ રાખેલ છે. કિશન કોટક - મો.૮૧૫૫૦ ૫૦૨૦૯.

રંજનબેન રાણપરા

રાજકોટ : સોની અ.નિ.રતિલાલ મોહનલાલ રાણપરા (મોહનલાલ સંઘજીવાળા)ના ધર્મપત્નિ ગં.સ્વ.રંજનબેન રતિલાલ રાણપરા (ઉ.વ.૯૨) તે રજનીભાઈ, રાજેશભાઈ, નગીનભાઈ, અ.નિ. રોહિતભાઈ માતુશ્રી તે રીબડાવાળા સ્વ.ખુશાલદાસ ગોપાલજીભાઈ પારેખના દીકરી તે ગો.વા. તારાચંદભાઈ પારેખના મોટાબેન તા.૨૮ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૯ના ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૬ મો.૮૪૯૦૮ ૨૩૩૮૧ રાખેલ છે.

ભાનુબેન ચૌહાણ

રાજકોટ : મગનભાઈ રવજીભાઈ ચૌહાણના ધર્મપત્નિ ભાનુબેન મગનભાઈ ચૌહાણ તે રસીકભાઈ રવજીભાઈ ચૌહાણના ભાભી તથા ધનસુખભાઈ મગનભાઈ ચૌહાણ, કરણભાઈ મગનભાઈ ચૌહાણ (માસ્ક હેર આર્ટવાળા), કમલેશભાઈ મગનભાઈ ચૌહાણના માતુશ્રી તથા વાંકાનેરવાળા દલસુખભાઈ પ્રભુભાઈ લખતરીયા, નાનુભાઈ પ્રભુભાઈ લખતરીયા, ધીરૂભાઈ પ્રભુભાઈ લખતરીયા, જયંતિભાઈ પ્રભુભાઈ લખતરીયાના મોટાબહેનનું તા.૨૭ના મંગળવારે સતલોકવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે (ફકત ટેલીફોનિક) રાખેલ છે. રસીકભાઈ - ૯૬૮૭૩ ૯૮૭૦૬, ધનસુખભાઈ - ૯૫૧૨૪ ૪૦૨૨૦, કરણભાઈ - ૯૭૨૫૩ ૩૪૫૩૦, કમલેશભાઈ - ૯૯૨૪૫ ૭૮૫૧૬.

કીર્તીદાબેન માંકડ

રાજકોટ : ગં.સ્વ.કીર્તીદાબેન (કંચનબેન) દિલસુખરાય માંકડ (ઉ.વ.૮૮) જેઓ સ્વ.દિલસુખરાય માંકડ (નિવૃત ડેપ્યુટી કમિશ્નર સેલ્સ ટેકસ)ના પત્નિ, વંદના નિલેશ વૈદ્ય, હિતેષા ઉર્મીશ વૈશ્નવ તથા તૃપ્તિ સુનિલ ઓઝાના માતુશ્રીનું કોવિડ ૧૯ના કારણે તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

વિજીયાબેન જોષી

રાજકોટ : વીજીયાબેન બાબુલાલ જોષી તેઓ અનિલભાઈ, અશ્વિનભાઈ, અજયભાઈ તેમજ ઉર્મીલાબેન મનસુખલાલ પંડ્યા, રસીલાબેન સુરેશલાલ રાવલ, શોભનાબેન અશોકભાઈ ભટ્ટ, વર્ષાબેન કેતનભાઈ મહેતાના માતુશ્રી તેમજ દેવાંગ અનિલભાઇ, નિકુંજ અશ્વિનભાઈ ભવદીપ અશ્વિનભાઈ જય અજયભાઈ અને દિપ્તી અનિલભાઈ કોમલ અજયભાઈ, નિધી અજયભાઈના દાદી તા.૨૮ના કૈલાસવાસ થયા છે. ટેલીફોનિક બેસણું તા.૩૦ના શુક્રવારના રાખેલ છે. અનિલભાઇ જોષી - મો. ૯૬૬૨૫ ૩૫૮૫૫, અશ્વિનભાઈ જોષી - મો. ૯૮૭૯૪ ૦૨૮૦૨, અજયભાઈ જોષી - ૯૮૭૯૭ ૩૯૯૨૫.

હરસુખભાઈ માંડવીયા

રાજકોટ : દશા સોરઠીયા વણીક સ્વ.હરસુખભાઈ તુલસીદાસ માંડવીયા (ઉ.વ.૭૯) તે રંજનબેનના પતિ, અતુલભાઈ (ટીજેએસબી બેન્ક) તથા શિતલબેનના પિતા તથા બિંદુબેનના સસરા અને બંસરીના દાદા અને સ્વ.ચંદ્રકાંતભાઈ માંડવીયાના નાનાભાઈ તથા સ્વ.પ્રવિણભાઈ અને નવીનભાઈ (કેશોદ) મોટાભાઈ તા.૨૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અતુલભાઈ માંડવીયા - મો. ૯૮૨૫૬ ૧૪૩૦૬, નવીનભાઈ માંડવીયા - મો. ૯૮૨૫૬ ૪૬૨૯૪, કમલભાઈ માંડવીયા - મો.૯૫૫૮૮ ૧૧૯૦૦, હિતેષભાઈ માંડવીયા - ૯૮૨૪૨ ૩૯૩૬૬.

પ્રિતેશભાઈ રૂપારેલ

રાજકોટ : નિવાસી સ્વ.પ્રિતેશભાઈ ગીરધરભાઈ રૂપારેલ (ઉ.વ.૩૫) તે રાજકોટ નિવાસી ગીરધરલાલ પ્રભુદાસ રૂપારેલના પુત્ર તેમજ વિપુલ ગીરધરભાઈના મોટાભાઈ, ભાવીશા (ટીનુ) દિપેશભાઈ સોનપાલના મોટાભાઈ તેમજ મેઘના પ્રિતેશભાઈના પતિ તેમજ નૈતિક પ્રીતેશભાઈ રૂપારેલ અને શ્રેયા પ્રિતેશભાઈ રૂપારેલના પિતાશ્રી તેમજ હસમુખભાઈ ગોટેચા વેરાવળ નિવાસીના જમાઈનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. વિપુલ રૂપારેલ - મો.૯૦૧૬૨ ૪૦૦૭૯, મેઘના પ્રિતેશભાઈ રૂપારેલ, જુહી વિપુલભાઈ રૂપારેલ, દિપેશભાઈ સોનપાલ, નૈતિક પ્રિતેશભાઈ રૂપારેલ, શ્રેયા પ્રિતેશભાઈ રૂપારેલ.

મુકુન્દભાઈ વ્યાસ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુકુન્દભાઈ રતિલાલ વ્યાસ (ઉ.વ.૬૦) તે મુળ રફાળા, હાલ રાજકોટ (નિવૃત ઈ.પી.એફ. ઓફીસ) તે નવીનભાઈ, ભરતભાઈ, રંજનબેનના ભાઈ, તે કાકુલાલ ઈન્દ્રોડીયાના જમાઈ, તે સ્વ. ભાર્ગવ, પ્રિયંકા ઉત્કર્ષ રાવલ તથા અર્જુનના પિતાશ્રી તા.૨૬ના રોજ કૈલાસવાસી થયા છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૯ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અર્જુનભાઈ મો.૮૨૦૦૫ ૧૪૩૬૬, સોનલબેન - મો.૮૫૧૧૭ ૮૯૧૮૫.

વંદનાબેન ઓઝા

રાજકોટ : વડનગરા નાગર મુળ ભાવનગરના હાલ રાજકોટ નિવાસી મુ. વંદનાબેન ભવેન્દુભાઈ ઓઝા (ઉ.વ.૭૦) તે ડો.કૃતિ ધૈવત વોરા, નીરજ બી. ઓઝા અને મૈત્રી તન્મય માંકડના માતુશ્રીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા.૩૦ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે.

સરલાબેન દોશી

રાજકોટ : સ્વ.દેવીદાસભાઈ દુર્લભજીભાઈ દોશીના ધર્મપત્નિ ગં.સ્વ.સરલાબેન (ઉ.વ.૭૪) તે સ્વ.ચંપાબેન શેઠ, સ્વ.ભાનુબેન ઉચાટ તથા જયોતિબેન સંઘવીના ભાભી તેમજ સ્વ.ભુપતભાઈ પોપટલાલ કોઠારીના સુપુત્રી તથા કિશોરભાઈ કોઠારી (નંદવાણી પ્રિ.પ્રેસવાળા)ના મોટાબેન તા. ૨૭ના મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કાંતિલાલ સાંગાણી

રાજકોટ : દ.સો. વણિક ઉપલેટા નિવાસી હાલ રાજકોટ કાંતિલાલ માધવજી સાંગાણી (ઉ.વ.૧૦૧) તે દ્વારકાદાસ માધવજીભાઈ સાંગાણીના મોટાભાઈ તથા મગનલાલ, સુરેશભાઈ, મુકુંદભાઈ, રાજેશભાઈ, ગૌ.વા. શારદાબેન જયંતિલાલ શેઠ, અ.સૌ. ઉર્મીલાબેન ચંદ્રકાન્ત રઘાણી અને ગં.સ્વ. કનકલતા ભરતભાઈ મલકાણના પિતા તેમજ દિપકભાઈ, અલ્પેશભાઈ, સમીકભાઈ તથા પ્રતિકભાઈના દાદા તા.૨૭ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૯ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દ્વારકાદાસ - ૯૪૨૬૫ ૨૬૫૭૩, મગનલાલ - ૯૩૭૪૦ ૨૩૦૦૨, સુરેશભાઈ - ૯૩૭૫૧ ૫૦૩૭૬, મુકુંદભાઈ - ૯૩૭૫૨ ૬૨૪૫૫, રાજેશભાઈ - ૯૮૯૮૦ ૧૭૫૧૬.

ચંદ્રકાંતભાઈ જનાણી

રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણીક બગસરા નિવાસી (હાલ રાજકોટ) સ્વ.ચંદ્રકાંતભાઈ રતિલાલ જનાણી (ઉ.વ.૭૪) કે જે ભારતીબેનના પતિ, તુષારભાઈ, કાજલબેન ભાવેશકુમાર માધાણી, ફાલ્ગુનીબેન અમરકુમાર કોઠારી તથા સ્વીટીબેન યશકુમાર આનંદપરાના પિતા તેમજ સ્નેહાબેનના સસરા તેમજ ધેરવી અને એશાના દાદા તેમજ સ્વ.નવનીતભાઈ, નગીનભાઈ તથા હંસાબેનના ભાઈ અને પ્રકાશભાઈ ગાદોયા, રાજેશભાઈ ગાદોયા તથા સોનલબેન સમીરભાઈ પારેખના બનેવી તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.