Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં રાહત : 25 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 51 મોત : શરુઆતથીજ બોર્ડર ઉપર કડક ચેકીંગ ,સોશિઅલ ડીસ્ટન્સનો અમલ ,તથા સેલ્ફ આઇસોલેશનનું મહત્વ

સિડની : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં આવી ગયું છે તેવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયામાં પરિસ્થિતિ ઘણી રાહતરૂપ છે.આ દેશમાં કોરોના વાઇરસનો સૌપ્રથમ કેસ 25 જાન્યુઆરીના રોજ  નોંધાયા પછી તુરત જ કડક પગલાં લેવાના શરૂ કરી દેવાયા હતા.જે મુજબ બોર્ડર ઉપર સિક્યુરિટી કડક કરી દેવાઈ હતી.સોશિઅલ ડીસ્ટન્સનો અમલ શરૂ કરી દેવાયો હતો તથા લોકો જાતે જ સેલ્ફ આઇસોલેટ થવા લાગતાં અત્યાર સુધીમાં માત્ર 51 મોત થયા છે.જોકે પરિસ્થિતિ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવાનો બાકી છે.તેમછતાં મહદ અંશે  કાબુ હેઠળ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)
  • ન્યુયોર્કમાં ૧.૬૦ લાખ કેસો થયા ન્યુજર્સીમાં ૫૧૦૦૦ ૧૩ રાજયોમાં ૧૦ હજારથી ૧.૬૦ લાખ કેસ : અમેરીકામાં કોરોનાનો મૃત્યુઆંક ભયાવહ બન્યો છેઃ આજ સવાર સુધીમાં ન્યુયોર્કમાં ૧,૬૦ હજાર, ન્યુજર્સીમાં ૫૧,૦૨૭, મીશીગનમાં ૨૧,૫૦૪, કેલીફોર્નીયા ૨૦ હજાર, મસાચ્યુસેટસ ૧૯ હજાર, પેન્સીલવાનીયા ૧૮૬૩૩, લુસીઆના ૧૮,૨૮૩, ફલોરીડા ૧૬૮૨૬, ઇલીનોઇસ ૧૬૪૨૨, ટેકસાસ, ૧૧૪૮૩, જયોર્જીયા ૧૦૮૮૫, કનેકટીકટ ૧૦ હજાર, વોશિંગ્ટન ૧૦ હજાર કેસ નોંધાયા છે access_time 12:55 pm IST

  • પંજાબમાં ૩૦ એપ્રિલ સુધી કર્ફયુ નિયમનો લંબાવાયાઃ પંજાબ કેબીનેટે નિર્ણય લીધાનું સ્‍પે. ચીફ સેક્રેટરી કે.બી.એસ. સિંધુએ સરકારનો નિર્ણય જાહેર કર્યો access_time 6:09 pm IST

  • 20,400 થી વધુ વિદેશી નાગરિકોને ભારત બહાર કાઢવામાં આવ્યા છે, કોવિડ -19 પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ભારતીયોને વિદેશથી પરત લાવવા અંગે નિર્ણય લેવામાં આવશે: વિદેશ મંત્રાલય. access_time 8:12 pm IST