Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન વિજય શંકરને આપેલી જજ તરીકેની નિમણુંક જો બીડને રદ કરી

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન વિજય શંકરને જૂન 2020 માં કોલંબિયા ડીસ્ટ્રીકટ અપીલ કોર્ટ જજ તરીકે નિમણુંક આપી હતી.જે નવનિયુક્ત ડેમોક્રેટ પ્રેસિડન્ટ જો બીડને રદ કરી છે.જે અંગેની જાણ 4 ફેબ્રુઆરીના રોજ સેનેટને કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પએ જૂન માસમાં 32 લોકોને જુદા જુદા હોદાઓ ઉપર નિમણુંક આપી હતી.જે પૈકી 17 નિમણુંકો જજના હોદા માટેની હતી.જેમાં ઇન્ડિયન અમેરિકન વિજય શંકરનો સમાવેશ કરાયો હતો.જે હવે રદ કરવામાં આવેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)
  • ઇંગ્લેન્ડ એકદમ મજબુત સ્થીતીમાં : જોરૂટ ૧૫૧ રને દાવમાં : ચેન્નાઇ ટેસ્ટના આજે બીજા દિવસે પણ જોરૂટની ફટકાબાજી જારી રૂટ ૧૫૧ રને, સ્કોટર્સ ૫૦ રને દાવમાં ભારતીય બોલરો ધોવાયા access_time 12:49 pm IST

  • જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યારસુધી કુલ 87 ફોર્મ ભરાયા:અત્યાર સુધીમાં કુલ 79 ઉમેદવારોએ કુલ ફોર્મ ભર્યા: કાલે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ છે.:ભાજપના મોટાભાગના ઉમેદવારોના ફોર્મ રજૂ કરવાના બાકી: ઉમેદવારો 79 છે પરંતુ અમુક ઉમેદવારે ફોર્મ ભર્યું હોય એટલે 87 ફોર્મ થાય છે access_time 9:34 pm IST

  • તેંડુલકરના કટ આઉટ ઉપર કાળી શાહી રેડી : કૃષિ કાનૂનનો અંગે આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ દ્વારા થયેલા ટ્વીટ ઉપર પોતાનું ટ્વિટ કરનાર સચિન તેંડુલકરના કટ આઉટ ઉપર કેરળના કોચી ખાતે ઇન્ડિયન યુથ કોંગ્રેસના સભ્યોએ કાળી શાહી રેડી હતી અને પોતાનો રોષ દર્શાવ્યો હતો. access_time 2:29 pm IST