Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમેરિકામાં ફાટી નીકળેલા તોફાનો ડામવા સૈન્ય તેનાત કરવાનું ટ્રમ્પનું પગલું યોગ્ય હતું ? : કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને પત્રકારે પૂછેલો સવાલ : જવાબ આપતા પહેલા 20 સેકન્ડ સુધી મોઢું બંધ રાખ્યું

ટોરોન્ટો : અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના પોલીસ દમનથી થયેલા મોતના પડઘા અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ પડ્યા છે.જ્યાં રંગભેદ વિરુદ્ધની નીતિનો વિરોધ કરવા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.તથા શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.
આ બધા વચ્ચે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને પત્રકારે સવાલ પૂછ્યો હતો કે અમેરિકામાં ફાટી નીકળેલા તોફાનો ડામવા ટ્રમ્પનું સૈન્ય તેનાત કરવાનું પગલું યોગ્ય હતું ? જેનો જવાબ આપતા પહેલા ટ્રુડોએ 20 સેકન્ડ સુધી મોઢું બંધ રાખ્યું હતું.પછી વિચારીને જવાબ આપ્યો હતો.જેમાં ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે આ સમય લોકોને સાથે લઈને ચાલવાનો છે.વિકાસના દસકાઓ બાદ પણ અન્યાય થતો રહેવાના દાખલાઓ જોવા મળે છે.

(1:34 pm IST)
  • મહારાષ્ટ્ર અને ગુજરાતના કોસ્ટલ રીજનમાં વાવાઝોડાએ લેન્ડફોલ કરી દીધુ છે. રાયગઢ હવે એપીસેન્ટર બની ગયું છે. મુંબઇ, થાણે, રત્નાગીરી અને તેની સાથે જોડાયેલ કોસ્ટલ રીજન્સમાં તોફાની પવન ફુંકાઇ રહયા છે. આઇસોલેટેડ વિસ્તારોમાં ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. access_time 3:52 pm IST

  • ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 8812 કોરોનાના કેસનો વધારો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2,07,183 કેસ નોંધાયા : 1,01,058 એક્ટિવ કેસ : 1,00,285 દર્દીઓ રિકવર થયા :વધુ 221 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 5829 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2287 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 72,300 થઇ : તામિલનાડુમાં નવા 1091 કેસ :દિલ્હીમાં 1298 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • " એક ધક્કા ઓર " : એસબીઆઈ તથા આઈસીઆઈ બેન્કના થાપણદારોને વધુ એક ફટકો : બાંધી મુદતની થાપણ ઉપર 27 મે ના રોજ વ્યાજદર ઘટાડ્યા પછી હવે બચત ખાતાના વ્યાજમાં પણ ઘટાડો : એસબીઆઇના ગ્રાહકોને સેવિંગ ખાતા ઉપર હવે 2.70 ટકા અને આઈસીઆઈના ગ્રાહકોને 3 ટકા વ્યાજ મળશે access_time 12:57 pm IST