Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સ્વજનોના મૃતદેહો રસ્તા, હોસ્પીટલો, સ્મશાનમાં છોડી ભાગી રહ્યા છે લોકો

કાળમુખા કોરોના સામે લોહીના સંબંધો ટૂંકા પડી રહ્યા છેઃ હૃદય હચમચાવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે : હોસ્પીટલો મૃત થયાના સમાચાર આપવા મથામણ કરે છેઃ અનેક પરિવારજનો ખોટા સરનામા લખાવી રહ્યા છેઃ ફોન પણ ઉપાડતા નથીઃ આખરે પોલીસ કરે છે અંતિમવિધિ

નવી દિલ્હી, તા. ૨૯ :. કોરોનાકાળમાં લોહીના સંબંધો ટૂંકા પડી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી થનારાના મોતને કારણે લોકો પોતાના પરિવારજનોના મૃતદેહોને માર્ગો, હોસ્પીટલો અને સ્મશાનોમાં અંતિમક્રિયા કર્યા વગર મુકીને ભાગી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. એવામાં મૃતકોની અંતિમક્રિયા માટે પોતાના ન મળતા પોલીસ અને અન્ય લોકો મદદ માટે આગળ  આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં આવા કેસ સામે આવ્યા છે. જેમાં પોલીસ અને એનજીઓ અંતિમ સંસ્કાર કરી રહ્યા છે.

કડકડડુમાના ડો. હેડગેવાર આરોગ્ય હોસ્પીટલમાં ૨૩મીએ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનને માહિતી આપવામા આવી કે ૬૨ વર્ષના અશોકકુમારનું મોત થયુ છે તેમની સાથે કોઈ છે નહિ. તપાસમાં ખુલ્યુ કે પુત્રીએ દાખલ કરેલ હતા પરંતુ સરનામુ ખોટુ લખાવ્યુ હતું. પોલીસે આખરે અંતિમ સંસ્કાર નિપટાવ્યા.

રવિવારે એક પરિવાર કોરોનાથી મોત થયા બાદ પોતાના એક સંબંધીને લઈને જૂની સીમાપુરી સ્થિત સ્મશાન ઘાટ લઈ ગયા હતા જ્યાં ભીડ અને લાઈન જોઈ પરિવારજનો સાથે લાવેલ શબને રસ્તા પર છોડી ભાગી ગયા હતા. કલાકો સુધી શબ ત્યાં પડી રહ્યુ હતુ બાદમાં પોલીસે તેમનો કબ્જો લીધો હતો.

૩૫ વર્ષની મહિલાની તબીયત ખરાબ થયા બાદ તેમના પરિવારજનો માલવિયા હોસ્પીટલમાં દાખલ કરી ગયા હતા. પરિવારજનોએ તેમને છોડી ચાલ્યા જવાનુ નક્કી કર્યુ. હોસ્પીટલમાં સરનામુ પણ ખોટુ લખાવ્યું. ઈલાજ દરમિયાન મહિલાનુ મોત થયુ. પરિવારજનોએ ફોન બંધ કરી દીધા. આખરે પોલીસે મહિલાના અંતિમ સંસ્કાર કર્યા.

બુરાડીમાં સોમવારે એક દંપતિના મોત બાદ ૧૫ કલાક સુધી શબ પડી રહ્યુ હતું. મૃતક દંપતિનો પુત્ર, પત્નિ અને ૪ વર્ષનો દિકરો પણ કોરોનાથી સંક્રમિત હતો. એવામાં મૃતક દંપતિના પતિએ અંતિમ સંસ્કાર માટે પાડોશીઓ તથા સંબંધીઓની મદદ માંગી, બધાએ ઈન્કાર કરી દીધો. આખરપ પીંફ્રડચપ સ્મફ્ટન ઘ્ટટટ ખટતપ અંઠતમ ચંસ્કટર કરટવ્યટં.

ગોકુલપુરી વિસ્તારમાં સોમવારે બપોરે એક યુવકનુ મોત થયું. આ દરમિયાન પરિવારજનોએ શબને હાથ લગાવવાનો ઈન્કાર કરી દીધો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ અને પરિવારજનોને મૃતદેહ લઈ જવા કહ્યું, પરંતુ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો. મૃતદેહ બે દિવસ હોસ્પીટલમાં પડયો રહ્યો જે પછી પોલીસે અંતિમ સંસ્કાર કર્યા.

(10:57 am IST)