Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

અમૃતસરમાં ઓકિસજનના અભાવને કારણે પાંચ લોકોના મોત

અમૃતસર, તા.૨૪: અમૃતસરની એક ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની અછતથી પાંચ લોકોનાં મોત. ફતેહગઢ બંગલ્સ બાયપાસ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે પાંચ લોકોનાં મોત નીપજયાં હતાં. એકની હાલત ગંભીર છે. માહિતી મળતાની સાથે જ પરિવારજનો દ્યટના સ્થળે પહોંચી ગયા હતા અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ઘ હંગામો મચાવ્યો હતો.તે જ સમયે, નીલકંઠ હોસ્પિટલના એમડી કહે છે કે, દર્દી ઓકિસજનના અભાવે પાંચ દર્દીઓનાં મોત નીપજયાં છે. અમે છેલ્લા ૪૮ કલાકથી ઓકિસજનના અભાવથી પીડાઈ રહ્યા છીએ. વહીવટી તંત્રનું કહેવું છે કે સરકારી હોસ્પિટલો પહેલાં ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન આપી શકાતું નથી.

(3:38 pm IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 462 અને ગ્રામ્યના 38 કેસ સાથે કુલ 500 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:55 pm IST

  • રાજકોટમાં દાણાપીઠ બજાર બપોર સુધી જ ખુલ્લી રહેશે : દાણાપીઠ બજારમાં વેપારીઓ તા. ૨ મે સુધી સવારે ૮ થી બપોરે ૩ સુધી જ દુકાનો ખુલ્લી રાખશે : કોરોનાની મહામારીના પગલે વેપારીઓનો નિર્ણય access_time 3:56 pm IST

  • ઓકિસજન પ્રોડકશન સાથે જોડાયેલ તમામ ઉપકરણો ઉપર ટેક્ષમાં છૂટ : વડાપ્રધાને ઓકિસજનનું પ્રોડકશન વધારવાની સાથે-સાથે દર્દીઓ માટે ઉપયોગમાં આવતા ઓકિસજન ઉપકરણોની આયાત પર તમામ પ્રકારના ટેક્ષમાં છૂટનો નિર્ણય લીધો છેઃ હવે ઓકિસજન સાથે સંબંધિત તમામ સાધનો પર બેઝીક કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસમાં છૂટ મળવા લાગશેઃ અગાઉ રેમડેસીવીર સહિતના ઉપકરણો ઉપર ટેકસમાં છૂટ આપવામાં આવી હતી access_time 3:56 pm IST