મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

અમૃતસરમાં ઓકિસજનના અભાવને કારણે પાંચ લોકોના મોત

અમૃતસર, તા.૨૪: અમૃતસરની એક ખાનગી હોસ્પિટલમાં ઓકિસજનની અછતથી પાંચ લોકોનાં મોત. ફતેહગઢ બંગલ્સ બાયપાસ રોડ પર નીલકંઠ હોસ્પિટલમાં ઓકિસજનના અભાવે પાંચ લોકોનાં મોત નીપજયાં હતાં. એકની હાલત ગંભીર છે. માહિતી મળતાની સાથે જ પરિવારજનો દ્યટના સ્થળે પહોંચી ગયા હતા અને હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ઘ હંગામો મચાવ્યો હતો.તે જ સમયે, નીલકંઠ હોસ્પિટલના એમડી કહે છે કે, દર્દી ઓકિસજનના અભાવે પાંચ દર્દીઓનાં મોત નીપજયાં છે. અમે છેલ્લા ૪૮ કલાકથી ઓકિસજનના અભાવથી પીડાઈ રહ્યા છીએ. વહીવટી તંત્રનું કહેવું છે કે સરકારી હોસ્પિટલો પહેલાં ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન આપી શકાતું નથી.

(3:38 pm IST)