Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

હવે ઇન્ફ્રાસ્ટકચર વધુ મજબુત કરવા નક્કર પગલાઓ લેવાશે

પરિવહન ફાળવણી વચગાળાના બજેટમાં વધશે : ફંડ ઉપલબ્ધ કરાવાશે તો વહેલી તકે પરિણામ સેકટરમાં હાંસલ કરી શકાય છે તેવો આયોજકોનો સ્પષ્ટ અભિપ્રાય

નવી દિલ્હી,તા. ૧૬: જેની ઉત્સુકતાપૂર્વક તમામ લોકો રાહ જોઇ રહ્યા છે તે વચગાળાનુ બજેટ કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે  રજૂ કરનાર છે ત્યારે તેમની સમક્ષ તમામ સામાન્ય લોકો અને ઉદ્યોગજગતને સંતુષ્ટ કરવાની મોટી જવાબદારી રહેશે. મોદી સરકાર સત્તામાં તેની પ્રથમ અવધિ પૂર્ણ કરી રહી છે. પૂર્ણ બજેટના બદલે આ બજેટ વચગાળાનુ રહેનાર છે. જેટલી આમાં કોઇ વધારે પગલા લઇ શકશે નહીં પરંતુ મોદી સરકાર ચૂંટણીના વર્ષમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.  નોટબંધી અને જીએસટી બાદ માર્ગ પરિવહન સેક્ટરને પણ માઠી અસર થઇ છે. કેટલાક સેક્ટરને ફાળવણી વધારી દેવામાં આવનાર છે.  આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટચરને વેગ આપવાના ભાગરૂપે  હાઇવે સેક્ટરની ફાળવણીને ફરી એકવાર વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. હાઇવે સેક્ટરની ફાળવણીને વધારી દેવાની માંગ આ મંત્રાલય દ્વારા કરવામાં આવી ચુકી છે.  આયોજકો પણ નક્કરપણે માને છે કે જો ફંડ સરળરીતે ઉપલબબ્ધ રહેશે તો આ સેક્ટરમાં ઝડપી પરિણામહાંસલ કરી શકાશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય વર્ષ ૮૫૦૦ કિલોમીટરના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. હાઇવે સેક્ટરમાં ખાનગી રોકાણની સ્થિતી નબળી પડી રહી છે ત્યારે સરકાર ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે. જો ફંડ સરળરીતે ઉપલબ્ધ બને તો આ સેક્ટર ઝડપથી આગળ વધી શકે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગી ફાળવણી કરવા અમે અપીલ કરી ચુક્યા છીએ અને આશા છે કે નાણાં મળશે. માર્ગ પરિવહન પ્રધાન  આગામી બે વર્ષ સુધી દરરોજ ૩૦ કિલોમીટર લાંબા માર્ગોનુ નિર્માણ કરવાની યોજના નક્કી કરી ચુક્યા છે. આ ટાર્ગેટને હાંસલ કરવા માટે સરકારને જંગી ફંડ આપવાની જરૂર રહેશે. સરકાર બજેટમાં ક્યા વિભાગને કેટલી ફાળવણી કરે છે  તે બાબત બજેટમાં નક્કી થશે.હાલમાં ગડકરી કહી ચુક્યા  છે કે દેશમાં ઇન્ફ્રાસ્ટકચર માળખાને વધુ મજબુત કરવાની કામગીરી સરળ નથી. દેશને વિકાસના માર્ગ પર આગળ લઇ જવા રોડ સેક્ટર મહત્વપૂર્ણ છે. મોદી સરકાર સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટકચરની જાળને વધુ વિસ્તૃત કરવા માટે તૈયાર છે. આવી સ્થિતીમાં તમામ સંબંધિત ક્ષેત્રો તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.જેટલીના બજેટ પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

સૂચિત પગલાઓ...

- ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બજેટમાં વધુ મજબૂત કરવા ઉપર ભાર મુકાશે

- માર્ગ સેક્ટરને ફાળવણીમાં વધારો કરવામાં આવશે

- હાઈવે માટેની ફાળવણીને બે ગણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી

- માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા નાણામંત્રી જેટલી સમક્ષ રજૂ કરવામાં આવી ચુકી છે

- હાઈવે સેક્ટરને વેગ આપીને વિકાસને પ્રોત્સાહન આપી શકાય

- દેશમાં મૂડીરોકાણના પ્રવાહને વધારવા માટે રોડ સેક્ટરને ગતિ આપવામાં આવે તે ખુબ જરૂરી.

(3:54 pm IST)