Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાજકોટના ઉદ્યોગ માંધાતાને દંડ-સજા

હિમાચલ પ્રદેશની ચીફ જયુ. મેજીસ્ટ્રેટ અદાલતનો સનસનીખેજ ચુકાદો : પાંચ પ્રોડકટ્સના સેમ્પલ નિષ્ફળ ગયા : રાજકોટ - સૌરાષ્ટ્રની ટોચની કંપનીના માલિક અને કંપનીને ૧II લાખનો દંડ - ૬ મહિનાની સજા

ધરમશાલા : હિમાચલ પ્રદેશની સિરમુર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ૨૦૧૨થી ચાલતા કેસનો ચુકાદો આવી ગયો છે. પોતાનો ચુકાદો આપતા ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રીએ સૌરાષ્ટ્ર - ગુજરાતની સુપ્રસિદ્ધ કંપનીના મેનેજીંગ ડિરેકટરને કસુરવાર ઠરાવતા ૬ મહિનાની સાદી કેદ અને ડ્રગ એન્ડ કોસ્મેટીક એકટના સેકશન ૨૭-એ (૧)ના ભંગ બદલ ૫૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરે તો ૭ દિવસની સાદી કેદ તથા સેકશન ૨૭(૨)ના ભંગ બદલ ૨૫,૦૦૦નો દંડ પણ કર્યો હતો. આ ઉપરાંત કંપનીને પણ કાયદાના આ સેકશન હેઠળ ૫૦,૦૦૦ તથા ૨૫,૦૦૦નો દંડ કર્યો હતો.

કેસની વિગતો અનુસાર રાજકોટ - સૌરાષ્ટ્રની જાણીતી કંપનીના હિમાચલ પ્રદેશના સિરમુર જીલ્લાના ઢૌલાન કુઆ ગામ ખાતે આવેલ પ્લાન્ટમાં હિમાચલ

પ્રદેશના ડ્રગ ઈન્સ્પેકટરે ચેકીંગ કર્યુ હતું. પોતાના ચેકીંગ દરમિયાન તેણે ત્યાં ૮ સેમ્પલ લીધા હતા. જેમાંથી વિવિધ પ્રકારના ૪ સાબુઓ જેમાં કેલી હર્બલ મસાજ વીથ સ્ક્રબ સોપ, કેલી મોઈશ્ચરાઈઝીંગ શોપ, વેટીએવર સોપ અને કેલી ડો.કેર એન્ટી બેકટેરીયલ સોપનો સમાવેશ થાય છે. તેમાં કાયદેસર પ્રમાણિત માત્રાથી વધારે ઈન્સ્યોલ્યુબલ મેટર જોવા મળ્યો હતો.

ડ્રગ વિભાગના રીપોર્ટ અનુસાર તેમાં અનુક્રમે ૨૩%, ૧૨.૬%, ૧૩.૫% અને ૧૪.૫% ઈન્સ્યોલ્યુબલ મેટર ઈન આલ્કોહોલ હતું. જે કાયદાકીય માપદંડ પ્રમાણે નહોતું. કાયદાકીય માપદંડ અનુસાર તેની માત્રા ૨.૫ હોવી જોઈએ.

બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે કંપની અને કંપનીના મેનેજીંગ ડિરેકટર બંનેને કસુરવાર ઠેરવ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યુ હતું કે કોસ્મેટીક ચીજો હવે લકઝરી નથી અને જરૃરી ચીજવસ્તુઓમાં આવે છે. લોકો તેના માટે ખાસ્સા ભાવ ચૂકવે છે ત્યારે તેની ગુણવતા જાળવવી તે કંપનીની ફરજ છે. રોજીંદી ચીજોમાં ભેળસેળ કરીને નિતીમતા અને માનવતાનો ભંગ કરીને કંપનીઓ માટે પૈસા કમાવા તે મુખ્ય બાબત બની ગઈ છે. આ અંગે રાજકોટની બાન લેબ્સના શ્રી મૌલેશભાઈ ઉકાણીનો સંપર્ક સાધતા મળી શકયા ન હતા.

(3:37 pm IST)