Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

શું કોઈ ટીવી આભિનેત્રીને HRD મંત્રી બનાવાય એ કેટલું યોગ્ય છે :શત્રુઘનસિંહાએ ઉઠાવ્યો સવાલ

શત્રુઘ્નસિંહાએ કહ્યું હું સાચું બોલી રહ્યો છુ અને આગળ પર સાચું જ બોલીશ.

નવી દિલ્હી :ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શત્રુઘનસિંહાએ અફરીવર મોદી સરકાર પર નિશાન સાધતા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીની યોગ્યતા પર સવાલ ઉઠાવાયો છે

  એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં તેઓને  કેન્દ્રીય મંત્રી ન બનાવવા બદલ તેમની પર સવાલ થતા તેમણે હસીને કહ્યું કે મંત્રી બનવું એ પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે પરંતુ શું કોઈ ટેલીવિઝનની એક્ટ્રેસને સીધા જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયની જવાબદારી આપવી તે કેટલું યોગ્ય છે ?

  શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેમણે ક્યારેય પાર્ટીની વિરુદ્ધ નથી બોલ્યા અને હાલ પણ પાર્ટી વિરુદ્ધ નથી બોલી રહ્યા પરંતુ પાર્ટીને અરીસો બતાવી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યું કે હું સાચું બોલી રહ્યો છુ અને આગળ પર સાચું જ બોલીશ.

(1:52 pm IST)