Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

એમસીએલઆરમાં ૧૫ બીપીએસ સુધીનો ઘટાડો

એમસીએલઆરમાં સુધારો થયો

અમદાવાદ,તા.૧૦ : બેંક ઓફ બરોડાએ તમામ મુદ્દત માટે માર્જિન કોસ્ટ ઓફ ફંડ બેઝ લેન્ડિંગ રેડ (એમસીએલઆર)માં ઘટાડો કર્યો હતો, જે તા.૧૨ એપ્રિલ, ૨૦૨૦થી લાગુ થઈ જશે, જે અંતર્ગત ઓવરનાઇટ અને એક મહિના માટે ૭.૫૫ ટકાથી ૭.૪૦ ટકા, ત્રણ મહિના માટે ૭.૭૦ ટકાથી ઘટીને ૭.૫૫ ટકા, છ મહિના માટે ૮.૦૦ ટકાથી ૭.૮૫ ટકા અને એક વર્ષ માટે ૮.૧૫ ટકાથી ઘટીને ૮.૦૦ ટકા કર્યો છે. બેંકે તા.૯ એપ્રિલ, ૨૦૨૦થી રૂ. ૨.૦૦ કરોડથી ઓછી ડિપોઝિટ માટે એનઆરઓ, એનઆરઇ અને નોન-કોલેબલ સહિત ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ માટે વ્યાજનાં દરમાં પણ ઘટાડો કર્યો છે.

         એ જ રીતે ૫થી ૧૦ વર્ષ માટે વ્યાજનાં દર ૫.૯૦ ટકાથી ઘટાડીને ૫.૭૦ ટકા તથા ૭થી ૧૪ દિવસ માટે ડિપોઝિટ પર વ્યાજનાં દર ૪.૨૫ ટકાથી ઘટીને ૩.૫૦ ટકા થયા છે. બેંકની શાખાઓ હાલની માર્ગદર્શિકાઓની દ્રષ્ટિએ તમામ મુદ્દત માટે વરિષ્ઠ નાગરિકો માટે રૂ. ૨ કરોડથી ઓછી ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ પર વ્યાજનાં વધુ ૦.૫૦ ટકા દર ચુકવવાનું જાળવી રાખશે. ૧૫ દિવસથી ૧૦ વર્ષની પાકતી મુદ્દત માટે રૂ. ૨ કરોડથી ઓછી રકમ ધરાવતી હાલની રેસિડન્ટ ટર્મ ડિપોઝિટના રિન્યૂઅલ અને નવી ટર્મ ડિપોઝિટ પર ભારતમાં રહેતા વરિષ્ઠ નાગરિકો વર્ષે ૧ ટકા વધારે વ્યાજ (એટલે કે ૧ ટકા નોર્મલ સ્ટાફ પ્રિવિલેજ અને આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક તરીકે ૦.૫૦ ટકા) મેળવવાને પાત્ર છે.

(9:21 pm IST)