Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હાલ છુપાયેલા જમાતી અંગે માહિતી આપનારને પુરસ્કાર

આઝમગઢ જિલ્લામાં મોટી જાહેરાત કરાઈ : જિલ્લામાં જે શકમંદ મળ્યા તે પૈકી અડધાથી વધુ તબલીગી હોવાનો ખુલાસો : હજુ મોટી સંખ્યામાં જમાતીઓ છુપાયા

આઝમગઢ, તા. ૧૦ : ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં તબલીગી જમાતના લોકોએ જ કોરોના આક્રમક ફેલાવી દીધો છે. જિલ્લામાં હજુ સુધી જેટલા શંકાસ્પદો મળ્યા છે તે પૈકી અડધા તબલીગી જમાત સાથે જોડાયેલા લોકો છે જ્યારે પોઝિટિવ મળેલા ચાર લોકો પૈકી ત્રણ જુદા જુદા જિલ્લાઓ અને પ્રદેશના છે. હાલમાં જિલ્લામાં દિલ્હી મરકઝથી પરત ફરેલા જમાતીઓના હોવાનો ઇન્કાર કરી શકાય નહીં. આજ કારણસર આઝમગઢના એસપીએ જમાતીઓના સંદર્ભમાં માહિતી આપનારને પાંચ હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં આઝમગઢના એસપીએ આ જાહેરાત જિલ્લામાં જમાતીઓના છુપાયેલા હોવાના અહેવાલ બાદ કરી છે. ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં તબલીગી લોકો દ્વારા જ કોરોના ફેલાવવામાં આવ્યો છે. જિલ્લામાં હજુ સુધી જેટલા શકમંદો મળ્યા છે તે પૈકી મોટાભાગના તબલીગી સાથે જોડાયેલા નિકળ્યા છે. આ પહેલા જિલ્લા વહીવટીતંત્રએ તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ રહેલા અથવા તો એવા લોકો જેમના ઘરમાં એવા લોકોની એન્ટ્રી થઇ છે તેમના તબીબી પરીક્ષણ કરાવવાની અપીલ કરી હતી.

              આવી અપીલ બાદ પણ અપેક્ષિત સંખ્યામાં સ્વૈચ્છાથી પરીક્ષણ કરવા માટે લોકો પહોંચ્યા ન હતા. આના કારણસર હવે જમાતીઓ અંગે માહિતી આપનાર માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આઝમગઢમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. હજુ સુધી સંખ્યા ચાર નોંધાઈ છે પરંતુ આંકડો ખુબ ઉપર જઇ શકે છે. આ તમામ ચારેય દર્દીઓ કોરોના પોઝિટિવ નિજામુદ્દીન મરકઝમાં લઇને પરત ફર્યા હતા. મુબારકપુર સરહદને પૂર્ણરીતે સીલ કરી દેવામાં આવી છે. આઝમગઢ એકલામાં ચાર હજારથી વધુ લોકોને ક્વોરનટાઈન કરાયા છે. ૩૫ જમાતીઓને હોસ્પિટલમાં આઈસોલેશનમાં મુકાયા છે અને ક્વોરનટીન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. મુબારકપુરના એક મદરેસામાં મરકઝમાંથી પરત ફરેલા કેટલાક લોકો ઝુપાયેલા હોવાની માહિતી મળી હતી જેના આધાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન છ લોકોને કસ્ટડીમાં લેવાયા હતા. આ છ લોકો પૈકી ચાર પોઝિટિવ આવ્યા છે. માહિતી ન આપવા બદલ એક મદરેસાના મૌલવી સહિત છ લોકો સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

(7:38 pm IST)