Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મહારાષ્ટ્રમાં કુલ કેસો પૈકી ૬૪ ટકા મુંબઇમાંં નોંધાયા

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસો : મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધીને ૧૩૭૦ થી ઉપર પહોંચી

મુંબઇ,તા. ૧૦: વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા દેશમાં સૌથી વધારે નોંધાઇ છે. અહીં રેકોર્ડ ગતિથી કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે કેસો અને મોતનો આંકડો મહારાષ્ટ્રમાં નોંધાયો છે. મહારાષ્ટ્રમાં આ જીવલેણ કોરોનાના કારણે કેસોની સંખ્યા ૧૩૭૦ સુધી પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રમાં ૯૭ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુરૂવારના દિવસે મહારાષ્ટ્રમાં નેશનલ રેકોર્ડ કેસોના મામલે રહ્યો હતો. પોઝીટવ કેસ વધવાનો દર ૬.૨ ટકા હતો જેની સામે ગુરૂવારના દિવસે ૭.૧ ટકા રહ્યો હતો. વાણિજ્ય પાટનગર મુંબઇ સૌથી વધારે પ્રભાવિત છે. રાજ્યમાં જે કોરોનાના કેસો નોંધાયા છે તે પૈકી એકલા મુંબઇમાં ૬૪ ટકા કેસો નોંઘાયા છે.

 એકલા મુૅબઇમાં ૮૭૬ કેસો નોંધાઇ ચુક્યા છે અને ૫૪ લોકોના મોત થયા છે. એક દિવસમા ંજ ગઇકાલે ગુરૂવારે મુંબઇમાં ૧૬૨ કેસો નોંધાયા હતા મુંબઇમાં કેસોમાં વધારો થતા ઉદ્ધવ ઠાકરેની સરકાર પણ હચમચી ઉઠી છે.

(4:02 pm IST)