Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દેશમાં શૈક્ષણિક જગતમાં અસમંજસ વચ્ચે

ગોવા યુનિવર્સિટી દ્વારા ૧૫ એપ્રિલથી ૩૧ મે સુધી ઉનાળુ વેકેશન જાહેર થયુ

હાલની બીજી ટર્મને ૧૫ જુલાઇ સુધી લંબાવવામાં આવી :૨૦૨૦-૨૧નું શૈક્ષણીક વર્ષ બીજા જ દિવસથી ૧૬ જુલાઇથી શરૂ થશે : ૧ જુન થી પરીક્ષાઓ શરૂ થશે

રાજકોટ તા.૧૦: સમગ્ર દેશમાં કોરોના કહેર તથા લોકડાઉન વચ્ચે કોલેજો તથા યુનિવર્સિટી સાથે સંકળાયેલ ટીચીંગ - નોન ટીચીંગ સ્ટાફ સહિત સમગ્ર શિક્ષણ જગત પરીક્ષા, નવી ટર્મ શરૂ થવાની તારીખ, ઉનાળુ વેકેશન વિગેરે બાબતે અસમંજસમાં છે ત્યારે ગોવા યુનિવર્સિટી દ્વારા ૧૫ એપ્રિલ ૨૦૨૦ થી ૩૧ મે ૨૦૨૦ સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયાનું જાણવા મળે છે.  સાથે - સાથે હાલ ચાલી  રહેલ બીજી ટર્મને ૧૫ જુલાઇ ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હોવાનું યુનિવર્સિટીના રાજીસ્ટ્રાર પ્રો.વાય.બી.રેડ્ડી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવાયુ છે.

યુનિવર્સિટીક ક્ષાની અનિવાર્ય ગણાતી અને બાકી રહેતી તમામ પરીક્ષાઓ ૧ જુન ૨૦૨૦ થી શરૂ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. નવુ શૈક્ષણીક વર્ષ હાલની  બીજી ટર્મ પુરી  થયા પછી તુરત જ તા. ૧૬ જુલાઇ , ર૦ર૦ના રોજ બીજા જ દિવસથી શરૂ થઇ જશે તેવું પણ જાણવા મળે છે.

કોરોના કહેર (COVID 19) વચ્ચે આજે સમગ્ર  દેશમાં શિક્ષણ જગતમાં લોકડાઉનને  કારણે સ્કુલ, કોલેજ , યુનિવર્સિટી, કલાસીસ વિગેરે  કયારે રેગ્યુલર થશે કે પછી  લોકડાઉન કેટલા સમય સુધી લંબાશે તેની કોઇ ચોક્કસ જાહેરાત હજુ નથી થઇ ત્યારે   ૨૦૨૦ -૨૧ના નવા શૈક્ષણીક કે સત્ર  તેને સંલગ્ન તમામ બાબતો નિયમિત જળવાઇ રહે તે માટે ગોવા યુનિવર્સિટી દ્વારા હાલમાં ઉપરોકત નિર્ણય લેવાયો હોવાની સંભાવના છે.

આ નિર્ણયને કારણે  સ્ટાફ તથા વિદ્યાર્થીઓને હાલમાં ફરજીયાત  લોકડાઉન વચ્ચે નિયમોના પાલન સાથે - સાથે વેકેશનનું વેકેશન મળી રહે અને હાલના તથા ભવિષ્યના શૈક્ષણીક કાર્યને પણ અસર ન પહોંચે તેવો વિચાર હોઇ શકે છે. સાથે-સાથે  પણ વેકેશનના આ સમય દરમ્યાન કોરોનાનો કહેર પણ સાવ ઓછો થઇ જાય અથવા તો સમી જાય તે પણ ઈચ્છનીય છે જ.

(3:51 pm IST)