Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આત્મબળ એજ હાથવગુ હથીયાર

કોરોનાથી ડરો નહી : સકારાત્મક વિચાર કરો : સંયમ અને ધીરજ રાખો : કોરોના સામેનો જંગ જીતી ગયેલ લખનૌની કેજીએમ યુનિવર્સિટીએ અનુભવો શેર કર્યા

લખનૌ : કોરોનાથી ડરવાનું જરાય નથી, આત્મબળથી જંગ જીતવાનો છે. સકારાત્મક વિચારધારા અને સંયમ, ધૈર્યથી ચોકકસ કોરોનાને માત કરી શકીશું તેવું જાત અનુભવો શેર કરતા લખનૌની કેજીએમ યુનિવર્સિટીએ જણાવેલ છે.

૧૧ માર્ચનો એ દિવસ હતો કે જયારે કોરોના વાઇરસે લખનૌના દરવાજે ટકોરા માર્યા હતા. કેજીએમયુમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ પોઝીટીવ ૮ દર્દી ભરતી થયા. જેમાંથી ૪ દર્દી સ્વસ્થ થઇને પોતાના ઘરે રવાના પણ થયા. હજુ ચાર છે તેમની સ્થિતી પણ સુધારા પર છે અને ટુંક સમયમાં ડીસ્ચાર્જ થશે.

આ દરમિયાન એક ડોકટરને પણ ચેપ લાગી ચુકયો, છતાય હિંમતથી કામ ચાલુ રાખ્યુ. કોરોન્ટાઇન સહીતના નિયમોનું ચુસ્ત પાલન કર્યુ અને એ પણ સ્વસ્થ થઇ ગયા.

આ બધુ ત્યારે જ શકય બને છે જયારે તમારો આત્મબળ મજબુત હોય. વિચારો સકારાત્મક હોય, સંયમ અને ધૈર્ય રાખવાની આવડત કેળવી શકાતી હોય.

લખનઉમાં કોરોના વાઇરસ પોઝીટીવ દર્દીની સારવાર કરનાર ડો. હિમાંશુ કહે છે કે અમારા માટે એ કસોટીનો કાળ હતો. પરંતુ હેમખેમ પાર ઉતરી શકયા. જયારે કોરોનાનો પ્રથમ કેસ અમારી સામે આવ્યો ત્યારે અમે ભયભીત થયા વગર ઇલાજ શરૂ કરેલો. સાવચેતીના તમામ નિયમોને અનુસર્યા અને ધીરજ રાખી.

આ ઇલાજ દરમિયાન સારવાર કરનાર ટીમના એક સદસ્યને પણ ચેપ લાગી ગયો. છતાય અમો અટકયા નહી. અમારા માટે આ કસોટીનો કાળ હતો. અમે ઘર, પરિવાર બધુ જ ભુલી ગયા. ટીમના દરેક સભ્યો એક બીજાનો હોંસલો વધારતા રહ્યા. પરિણામ એ આવ્યુ કે અમે કોરોના સામે જંગ જીતી ગયા.

૨૪ દિવસ સુધી સતત કોરોના વોર્ડમાં રહેવાનો અનુભવ વાગોળતા કોરોનાગ્રસ્ત યુવાને જણાવેલ કે કનાડાના ડોકટરના સંપર્કથી કોરોનાગ્રસ્ત બનેલ એમ.બી.એ. છાત્રએ જણાવેલ કે જયારે ખબર પડી ત્યારે ખુબ ગભરાઇ ગયેલ. પરંતુ પછી હિંમત દાખવી હતી. ૧૪ માર્ચે કેજીએમયુમાં ભરતી થવા સમયે લેપટોપ અને મોબાઇલ માત્ર લઇ જવાની છુટ મળેલી. તેમછતા કોરોન્ટાઇનના તમામ નિયમોનું પાલન કર્યુ. સારવાર કરનારે આપેલ સુચનાઓ પાળી. આત્મબળથી કામ લીધુ અને આજે સંપૂર્ણ સ્વસ્થતા મેળવી લીધી છે. કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરનાર પ્રથમ ટીમના સદસ્ય ડો. તૌસીફે જણાવ્યુ કે ડોકટરનું કામ જ વિપરીત સ્થિતીઓનો સામનો કરવાનું હોય છે. કયારેય ડગમગે નહીં તેને જ ડોકટર કહેવાય. આવુ આત્મબળ અમે કેળવ્યુ અને ધારી સફળતા મેળવી. કેટલાય કોરોનાગ્રસ્તોને સાજા કરવાનું શ્રેય અમને મળ્યુ. અમારૂ કહેવાનું એટલુ જ છે કે  બસ સકારાત્મક વિચાર કેળવો, સંયમ અને ધૈર્ય રાખો. બધુ જ સારૂ થઇ જશે.

આવા જ એક તાજતેરમાં ડીસ્ચાર્જ થયેલા દર્દી યશ ઠાકુરે જણાવેલ કે લોકડાઉનના કારણે જ કોરોના કંટ્રોલમાં છે. સેનીટાઈઝેશનનો સંભાળીને ઉપયોગ કરો. એક બીજાથી દુરી જાળવી રાખો. ખોટા ગભરાવુ નહીં, બીજાને ગભરાવવા નહી. બસ આ મહામારી પણ કાબુમાં આવી જશે.

(3:51 pm IST)