Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભારતથી બ્રિટીશ સીટીઝન્સને યુકે લઇ જવા એર ઇન્ડીયાની ખાસ ફલાઇટ ૧૩-૧પ તારીખે અમદાવાદથી ઉડાન ભરશે

રાજકોટ, તા., ૧૦: યુકે ગર્વમેન્ટ દ્વારા  બ્રિટીશ સીટીઝન્સ માટે ભારતથી યુકે જવા માટે ચાર્ટર ફલાઇટસ અને જુદા જુદા ડીર્પાચર  લોકેશન્સ પરથી ખાસ ફલાઇટોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટેનું રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. એપ્રિલ દરમિયાન ગોવા, મુંબઇ અને નવી દિલ્હીથી ફલાઇટની ઉડાન શેડયુલ્ડ  થયા બાદ હવે ગોવાથી લંડન માટે ૧૪ અને ૧૬ એપ્રિલ ગોવા-લંડન વાયા મુંબઇ ૧૮ એપ્રિલ અમૃતસર-લંડન ૧૩-૧૭-૧૯ એપ્રિલ, અમદાવાદ-લંડન ૧૩ અને ૧પ એપ્રિલ, હૈદ્રાબાદ-અમદાવાદ-લંડન ૧૭ એપ્રિલ, ચેન્નાઇ-બેંગ્લુર-લંડન ર૦ એપ્રિલ, કોલકતા-દિલ્હી-લંડન ૧૯ એપ્રિલ અને થીરૂવનંથપુરમ(ત્રિવેન્દમ) વાયા કોચી-લંડન ૧પ એપ્રિલના ઉડશે. આ ફલાઇટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ રહયું છે. એર ઇન્ડીયા દ્વારા આ વ્યવસ્થા થઇ છે. જેનો લાભ ભારતથી લંડન જવા ઇચ્છતા બ્રિટીશ સીટીઝન્સ લઇ શકશે. લગભગ ૩ હજાર બ્રીટીશકારોને લઇ જવા બ્રિટન ૧ર ચાર્ટર્ડ ફલાઇટ મોકલી રહયું છે.

(3:49 pm IST)