Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

માલીયાને લંડન કોર્ટે મોટી રાહત આપીઃ દેવાળીયા જાહેર નહિ કરાય

એસબીઆઇ સહિતની બેંકોએ કરજ વસુલવા અરજી કરેલ

 નવી દિલ્હીઃ વિજય માલ્યાને લંડન હાઇકોર્ટે મોટી રાહત આપી છે લંડન હાઇકોર્ટે એસબીઆઇના નેતૃત્વવાળા ભારતીય બેંક સમુહનીએ અરજી ઉપર સુનાવણી સ્થગીત કરેલ જેમાં દેણા હેઠળ દબાયેલ માલ્યાને દેવાળીયો જાહેર કરવા જણાવેલ. માલીયા પાસેથી લગભગ ૧.૧૪૫ અરબ પાઉન્ડનું દેણુ વસુલવાનું છે એટલે તેને દેવાળીયો જાહેર કરવાની માંગ કરેલ. કોર્ટની દેવાળીયા શાખાના જજ માઇક બ્રિગ્સે માલીયાને રાહત આપતા જણાવેલ કે જયા સુધી ભારતના સુપ્રિમ કોર્ટમાં તેમની અરજીઓ અને કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ સમજુતીના તેના પ્રસ્તાવનો નિકાલ ન આવે ત્યાં સુધી સમય આપવો જોઇએ.

ચીફ ઇન્સોલ્વેંસી એન્ડ કંપની કોર્ટના જજ બ્રિગ્સે પોતાના નિર્ણયમાં જણાવેેલ કે આ સમયે બેંકોને આ પ્રકારની કાર્યવાહી આગળ વધારવાનો મોકો દેવાનું કોઇ કારણ નજરે આવતુ નથી. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં ભારતીય સાર્વજનીક ક્ષેત્રના બેંક સમુહે માલ્યા પાસેથી ૧.૧૪૫ અરબ પાઉન્ડનું કરજ વસુલવા દેેવાળીયા જાહેર કરવા માંગણી કરેલ.

(3:47 pm IST)