Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગૃહ કંકાશે કુટુંબ માળો છીન્ન-ભીન્ન કર્યો : ૩-૩ નણંદે જીવ આપ્યાઃ ગર્ભવતી ભાભી ગંભીર

સિરોહી (રાજસ્થાન): રાજસ્થાનના સિરોહી જીલ્લાના ઝાડોલી ગામમાં એક જ પરિવારની ચાર મહિલાઓએ બુધવારે ઝેરી ટીકડા ખાઇ લેતા ત્રણના મોત થયા હતા અને એકની સ્થિતી ગંભીર છે.

પોલિસ અધિક્ષક કલ્યાણમલ મીના અનુસાર ઘરના કામકાજ બાબતે ઝઘડો થતા ત્રણ નણંદ ઉષા (૧૬), શકુંતલા (૧૮) અને પુષ્પા (૨૫) એ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇ લીધા હતા અને ખેતરે જવા નીકળી ગઇ. આના લીધે ભાભી જોશના ગભરાઇ ગઇ અને તેણે પણ ટીકડા ખાઇને પતિ ગોપાલને ફોન કર્યો.બહાર ગયેલો ગોપાલ તાત્કાલિક ઘરે આવ્યો અને જોશનાને મોટર સાઇકલ પર બેસાડીને દવાખાને લઇ ગયો. આની જાણ પિતા કાલુ રામને થતા તે ખેતરેથી ઘરે આવતો હતો. ત્યારે તેને રસ્તામાં ૩-૩ દિકરીઓ પડેલી મળી આવેલ. ત્રણેને જીપમાં દવાખાને લઇ જતા હતા. ત્યારે પુષ્પા અને શકુંતલાનું રસ્તામાં જ મોત થઇ ગયું હતું. જ્યારે ઉષાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. બનાવના કારણે નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે.

(12:58 pm IST)