Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

" સ્વાધ્યાય પરિવારનું સેવાકીય કૃત્ય " : જાહેર સેનિટાઇઝેશન માટે વિશેષ પ્રકારના ફોગીંગ મશીનની વ્યવસ્થા

અમદાવાદ : હાલના સમયમાં કોરોના  વાઇરસ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહેલ છે અને સમસ્ત ભારત એકજુથ બની તેનો પ્રતિકાર કરી રહેલ છે .જયારે જયારે પણ આવી કોઈ આફત સમાજ પર આવી છે ત્યારે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( દાદાજી ) અને પૂજ્ય દીદીજીએ  સમસ્ત માનવજાત  માટે ચિંતા કરી છે.સામાન્ય વ્યક્તિ સમાજમાં જ રહે અને સોશિઅલ ડિસ્ટન્સ જાળવે તેનાથી આ રોગ પર કાબુ મેળવી શકાય છે.આ સાથે વિદેશના ઘણા દેશોમાં ફોગીંગ મશીન દ્વારા વિષેશ દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો તથા રોડ ને સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા થઇ રહી છે.
સ્વાધ્યાય પરિવાર દ્વારા અમદાવાદ ,રાજકોટ ,અને વડોદરા શહેર માટે  આવા 20 થી વધુ ફોગીંગ મશીનની વ્યવસ્થા કરીને સરકારને આપવામાં આવ્યા છે.જેમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે રહી આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે  .આ ફોગીંગ મશીનની વિષેશતા એ  છે કે તે એકસાથે  સાથે 600 લિટરથી  વધુ પ્રવાહી સંગ્રહી શકે  છે.આ વિષેશ મશીન અત્યારે જાહેર સેનિટાઇઝેશન માટે આશીર્વાદરૂપ  થઇ રહ્યા  છે. સાથે  જ જેમણે ફરજના ભાગરૂપે બહાર નીકળવું જરૂરી છે તેવા જાહેર સેવકોનું શું ? તેમનો વિચાર કરીને પોલીસ કર્મીઓ ,જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખનાર સ્વચ્છતા કર્મીઓને એક કીટ આપવામાં આવી છે.જેમાં માસ્ક ,હેન્ડ ગ્લોઝ ,તથા સેનિટાઇઝર છે.અમદાવાદ ,ગાંધીનગર ,રાજકોટ ,અને વડોદરાના સંલગ્ન કો-ઓર્ડિનેશન દ્વારા આ કાર્ય થયું છે.જેમાં આવી 30 હજાર કીટ આપવામાં આવી છે.

(12:17 pm IST)