Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકાની ટ્રમ્પ સરકાર ઉપર લોકોનો ભરોસો તૂટયો

કોરોનાના ઈલાજ માટે જરૂરી મેડીકલ સામગ્રી ઉપલબ્ધ કરાવવી જરૂરી

વોશીંગ્ટનઃ અમેરિકામાં કોરોનાના વાયરસના વધતા કેસ અને મૃત્યુમાં સતત વધારાના વધતા કેસ અને મૃત્યુમાં સતત વધારાના કારણે નાગરીકોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનો ભરોસો ઘટયો છે. અમેરિકામાં થયેલ સર્વે મુજબ ૫૫ ટકા લોકોના જણાવ્યા મુજબ કોરોના સામેની લડાઈમાં ટ્રમ્પ સરકારે સારૂ કામ નથી કર્યુ.

ટ્રમ્પ સરકાર કોરોનાને રોકવા માટે વધુ અસરકારક પગલા લઈ શકતી હતી. ૩૭ ટકાનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસને લઈને વધારે ચિંતિત છે. ૬૯ ટકા લોકોએ પીપીઈ અને અન્ય મેડીકલ સામગ્રીની અછત દુર કરવા હજી વધુ કામ કરવાની જરૂર હોવાનું જણાવેલ.

(11:42 am IST)