Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાથી ૧૨ કલાકમાં રેકર્ડબ્રેક ૩૦ના મોત

કુલ સંક્રમિતોની સંખ્યા ૬૪૧૨: ૧૨ કલાકમાં જ ૫૪૭ નવા દર્દીઓ બહાર આવ્યા

નવી દિલ્હી, તા. ૧૦ :. દેશભરમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે અને છેલ્લા ૧૨ કલાકમાં ૫૪૭ નવા કેસ સામે આવ્યા છે તે સાથે સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૬૪૧૨ થઈ છે. કોરોના કારણે છેલ્લા ૧૨ કલાકમાં વિક્રમજનક ૩૦ લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક ૨૩૨ થયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલ ૬૪૧૨ કેસમાંથી ૫૭૦૯ એકટીવ કેસ છે. આ સિવાય ૫૦૩ લોકો સંપૂર્ણ રીતે ઠીક થયા છે. મંત્રાલયના સવારના ૮ સુધીના આંકડા અનુસાર કોરોનાથી સૌથી વધુ ૯૭ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. અહીં મહામારીથી પીડીતોની સંખ્યા ૧૫૮૬ થઈ છે.

મહારાષ્ટ્ર, તામીલનાડુ, દિલ્હી, કેરળ, આંધ્ર, બિહાર, ગુજરાત, હરીયાણા, હિમાચલ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણીપુર, પંજાબ, રાજસ્થાન, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પ.બંગાળમાંથી નવા નવા કેસો બહાર આવી રહ્યા છે.

(10:34 am IST)