Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

સચિનને આપી શરદ પવારે સલાહ :પોતાના ક્ષેત્રને છોડીને અન્ય વિષય પર બોલવામાં સાવધાની રાખો

મુંબઈઃ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરએ થોડા દિવસ પહેલા ટ્વીટ કર્યુ હતુ કે કિસાન આંદોલનમાં બહારની શક્તિઓએ દખલ અંદાજી ન કરવી જોઈએ. ભારતીયો જ ભારતીય વિશે વિચારવામાં સક્ષમ છે. સચિન તેંડુલકરના આ ટ્વીટ પર રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારએ સચિનને પોતાના ક્ષેત્રને છોડીને કોઈ અલગ વિષય પર બોલવામાં સાવધાની રાખવાની સલાહ આપી છે.

શરદ પવારે પુણેમાં પત્રકારો સાથે વાત કરતા સચિન અને લતા મંગેશકરના કિસાન આંદોલને લઈને આપેલા નિવેદન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા નામ લીધા વગર કહ્યુ કે, તેણે આંદોલનને લઈને જે વાત રાખી છે, તેનાથી જનતામાં નારાજગી છે. તેમણે કહ્યું કે, કિસાન આંદોલનને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીને નેતા ક્યારેક આંદોલનકારીઓને ખાલિસ્તાની કહે છે તો ત્યારે બીજુ કંઈ કહીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

એનસીપી  સુપ્રીમોએ કહ્યુ કે, તનતોડ મહેનત કરી આ દેશને અનાજ આપી આત્મનિર્ભર બનાવનારા કિસાનોનું આ આંદોલન છે. કિસાનોને બદનામ કરવા સારી વાત નથી. પવારનો કૃષિ મંત્રી રહેતા લખેલો પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને સફાઈ આપતા એનસીપી નેતાએ કહ્યુ કે, હા મેં પત્ર લખ્યો હતો. તે પત્રમાં બે-ત્રણ વાતો પણ સ્પષ્ટ લખી હતી કે કૃષિને લઈને કાયદામાં સુધાર લાવવો જરૂરી છે. તે માટે બધા રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કેટલાક મંત્રીઓની કમિટી બનાવી હતી. મહારાષ્ટ્રના હર્ષવર્ધન પાટિલને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

(11:45 pm IST)