Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

તેલંગણામાં સટ્ટાબાજો પોલીસની પકડમાંથી જામીન ઉપર છૂટયા પરંતુ 2 મુરખા 25 દિવસથી પોલીસ કેદમાં

તેલંગાણામાં એક અજીબ કેસ સામે આવ્યો છે, જ્યાં બે મુરઘા 25 દિવસથી પોલીસ સ્ટેશનમાં બંધ છે અને પોતાના છૂટકારાની રાહ જોઈ રહ્યાં છે. જે સટ્ટાબાજોના ચક્કરમાં તેમને પકડવામાં આવ્યા હતા, તે જમાનત લઈને બહાર નિકળી ગયા પરંતુ મુરઘાઓ જેલમાં જ રહી ગયા.

આ કેસ તેલંગાણાના ખમ્મર જિલ્લાનો છે, જ્યાં મિદિગોંડા પોલીસ સ્ટેશનની અંદર આ મુરઘા પાછલા 25 દિવસથી લોકઅપમાં બંધ છે. પોલીસે તેમને 10 જાન્યુઆરીએ પકડ્યા છે.

અસલમાં સંક્રાંતિ ફેસ્ટિવલ દરમિયાન મુરઘાઓની લડાઈનો ખેલ ચાલી રહ્યો હતો, જેના પર સટ્ટાબાજી થઈ રહી હતી. પોલીસેઆ સટ્ટેબાજી પર રેડ મારી અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી. સાથે બે મુરઘા અને એક બાઈક પણ જપ્ત કરી.

પાછળથી બધા સટ્ટેબાજ જમાનત લઈને બહાર નિકળી ગયા પરંતુ મુરઘાઓ પર ક્લેમ કરવા કોઈ આવ્યું નહીં. આ મુરઘા કેસના પુરાવાના રૂપમાં પોલીસ સ્ટેશનમાં બંધ છે.

આ વિશે પોલીસનું કહેવું છે કે, આ મુરઘાઓને કેસની સુનાવણી પછી જ છોડવામાં આવી શકે છે. મુરઘાઓને છોડવાનો આદેશ મળ્યા પછી તેમની બોલી લગાવવામાં આવશે જે વધારે બોલી લગાવશે, તેમને બંને મુરઘા આપી દેવામાં આવશે.

(5:19 pm IST)