Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પાકિસ્તાનમાં એક દિવસમાં કોરોનાના ૪૨૩૧ કેસ થયા

ભારતના પાડોશી રાષ્ટ્રમાં મહામારીનો વધતો પ્રકોપ : પાકિસ્તાનમાં કુલ કેસોની સંખ્યા ૮૦૪૬૩, એક દિવસમાં સૌથી વધારે ૧૭૩૭૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા

ઈસ્લામાબાદ, તા. ૩  : પાકિસ્તાનમાં કોરોના વાયરસનો પ્રકોપ પ્રતિદિન વધી રહી છે. એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ ૪૧૩૨ કેસ નોંધાયા છે, આ સાથે કુલ કેસોની સંખ્યા ૮૦૪૬૩ થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે કહ્યું કે એક દિવસમાં સૌથી વધુ ૧૭૩૭૦ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારબાદ નવા કેસોની માહિતી સાંપડી છે. કુલ કેસોમાં સૌથી વધુ સિંધ પ્રાંતમાં કોરોના વાયરસના ૩૧૦૮૬ કેસ, પંજાબમાં ૨૯૪૮૯ કેસ, ખૈબર-પખ્તૂનખ્વામાં ૧૦૮૯૭, બલૂચિસ્તાનમાં ૪૭૪૭, ઇસ્લામાબાદ પ્રાંતમાં  ૩૧૮૮ અને પાકિસ્તાન કબજાયુક્ત કાશ્મીરમાં ૨૮૯ તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ૭૭૯ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે, છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૭ લોકોના મોત થયા છે, આ સાથે કુલ ૧૬૮૮ લોકોના મોત થયા છે. તથા ૨૮૯૨૩ લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે. પાકિસ્તાનમાં હમણાં સુધી ૫૯૫,૩૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા નોંધવું રહ્યું કે, પાકિસ્તાનમા વિમાન સેવા, રેલ સેવા અને માર્ગ પરિવહન સેવા ચાલું છે.

(9:08 pm IST)